સનાને વાંકું વળવાનું મુશ્કેલ થતાં મમ્મીએ પહેરાવ્યા જૂતાં
મુંબઈ, ત્રણ વર્ષ પહેલા એક્ટિંગ ઈન્ડસ્ટ્રીને અલવિદા કહેનારી સના ખાન બાળકના આગમનના દિવસો ગણી રહી છે. આ વર્ષના માર્ચ મહિનામાં તેણે પતિ મુફ્તી અનસ સાથે પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. આ સાથે તેણે તેની ડ્યૂ ડેટ જુલાઈમાં હોવાનો ખુલાસો કર્યો હતો. એક્ટ્રેસની ડિલિવરીને માત્ર થોડો જ સમય બાકી છે ત્યારે તે પોતાને સખત એક્ટિવ રાખી રહી છે. જાે કે, તેને આ દિવસોમાં તકલીફ પણ ખૂબ પડી રહી છે.
પરંતુ મમ્મી અને પતિ તરફથી તેને સપોર્ટ પણ એટલો મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી પૂર્વ એક્ટ્રેસે તેને વાંકા વળવામાં સમસ્યા આવી રહી હોવાનું જણાવ્યું હતું અને સાથે એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે ઈમોશલ થઈ રડી પડી હતી. આ વીડિયોમાં તેના મમ્મી પણ તેની સાથે હતા.
ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરેલા વીડિયોમાં તેણે જણાવ્યું હતું કે, તે વોક પર જવા માગતી હતી પરંતુ વાંકા વળવામાં અસક્ષમ હતી. તેથી, તેના મમ્મીએ નીચે બેસીને તેને જૂતાની દોરી બાંધી દીધી હતી. આ જેશ્ચર તેના હૃદયને એટલું સ્પર્શી ગયું હતું કે તેણે મમ્મી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતી એક નોટ લખી હતી. તેણે લખ્યું હતું ‘મારા મમ્મી મારા જૂતાની દોરી બાંધી રહ્યા છે, જેથી હું ચાલવા જઈ શકું. મમ્મીના પ્રેમથી વધુ પ્રામાણિક અને નિઃસ્વાર્થ પ્રેમ કોઈ નથી.
આ પોસ્ટ એટલા માટે શેર કરવી પડી કારણ કે, જેઓ આપણને પ્રેમ આપે છે અને આપણા માટે બલિદાન કરે છે, તેમને આપણે હંમેશા ભૂલી જઈએ છીએ. તમે ગમે એટલા મોટા કેમ ન થઈ જાઓ પરંતુ તેમના માટે હંમેશા નાનું બાળક જ રહેશો. દોરી બાંધવા માટે પણ હું વાંકી વળી શકતી નથી. તે સમયે હું રડી રહી હતી અને અત્યારે જ્યારે હું આ લખી રહું છું અને જાેઈ રહ્યું છું ત્યારે પણ કરી રહી છું. આ જ પ્રેમ હું મારા બાળકને પરત આપવાની રાહ જાેઈ શકતી નથી.
હું ખરેખર આશા રાખું છું કે તેમના કરતાં અડધો પ્રેમ આપી શકું તો પણ સારું’. પતિએ કોમેન્ટ કરતાં લખ્યું હતું ‘માશાઅલ્લાહ, તારી અને અમ્માની વાતો.. અલ્લાહ બંનેને સુરક્ષિત રાખે. થોડા દિવસ પહેલા જ એક ઈવેન્ટમાં હાજરી આપવા દરમિયાન મીડિયા સાથે વાત કરતાં સના ખાને કહ્યું હતું કે, તેના પર ખૂબ જલ્દી એક નવી જવાબદારી આવવાની છે. આ માટે તે ઉત્સાહિત છે, ખુશ છે અને થોડી ડરેલી પણ છે. આ સાથે તેણે તે બાળકને હાથમાં લેવાની રાહ ન જાેઈ શકતી હોવાનું કહ્યું હતું અને ઉમેર્યું હતું કે, તેના ઘરે દીકરી આવે કે દીકરો…
બંને માટે નામ વિચારીને રાખ્યા છે. સના ખાને હિંદી, તમિલ અને તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું હતું. આ સિવાય તે કેટલાક ટીવી શોમાં પણ જાેવા મળી હતી. તેણે ફિલ્મ ‘જય હો’માં સલમાન ખાન સાથે સ્ક્રિન શેર કરી હતી. ઓક્ટોબર, ૨૦૨૦માં તેણે શોબિઝને અલવિદા કર્યું હતું અને નવેમ્બર ૨૦૨૦માં સુરતના મૌલવી મુફ્તી અનસ સૈયદ સાથે નિકાહ કરી બધાને સરપ્રાઈઝ આપી હતી.SS1MS