મોમ-ટુ-બી આલિયા ભટ્ટે બતાવ્યો બેબી બમ્પ

મુંબઈ, પાંચ વર્ષના રિલેશનશિપ બાદ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે ૧૪ એપ્રિલ, ૨૦૨૨ના રોજ સાદગીથી લગ્ન કર્યા હતા. તેના બે મહિના બાદ એટલે કે જૂનમાં કપલે પ્રેગ્નેન્સીની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા હતા.
પ્રેગ્નેન્સી દરમિયાન પણ આરામ કરવાના બદલે આલિયા ભટ્ટ સતત કામ કરી રહી છે અને બાળકને જન્મ આપતા પહેલા પ્રોફેશનલ કમિટમેન્ટ પૂરા કરી રહી છે. મોમ-ટુ-બી હમણા સુધી શેફાલી શાહ અને વિજય વર્મા સાથેની ફિલ્મ ‘ડાર્લિંગ્સ’ના પ્રમોશનમાં વ્યસ્ત હતી, જે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી.
હવે તે પતિ રણબીર સાથે અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં દેખાશે, જે ૯ સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. જેના પ્રમોશનમાં તે લાગેલી છે. આ જ સંદર્ભમાં આલિયાએ કેટલીક તસવીરો શેર કરી હતી, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
આલિયા ભટ્ટે તેના ઈન્સ્ટાગ્રામ પર હાલમાં જ બેબી બમ્પ ફ્લોન્ટ કરતી બે તસવીરો શેર કરી છે. જેમાં તે પિંક કલરના ટ્રાન્સપરન્ટ ટોપ, બ્લેક જેકેટ અને મેચિંગ લેગિંગમાં જાેવા મળી રહી છે. તેણે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને હાથ વધી રહેલા બેબી બમ્પ પર રાખ્યા છે.
તેના ચહેરા પર પ્રેગ્નેન્સીનો ગ્લો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. આ સાથે તેણે લખ્યું છે પ્રકાશ આવી રહ્યો છે (માત્ર બે અઠવાડિયામાં). ૯ સપ્ટેમ્બર. બ્રહ્માસ્ત્ર. પોસ્ટ પર કોમેન્ટ કરતાં નણંદ કરીના કપૂરે લખ્યું છે ‘ઉફફફ ઓનિંગ ઈટ એન્ડ હાઉ. લવ યુ. આ સિવાય સગી નણંદ રિદ્ધિમા કપૂર સહાનીએ લખ્યું છે ગ્લો. બ્યૂટી. નેહા ધૂપિયા, મોમ-ટુ-બી બિપાશા બાસુ તેમજ દિયા મિર્ઝાએ પણ રેડ હાર્ટ ઈમોજી ડ્રોપ કર્યા છે.
ફેન્સ પણ તેના પર પ્રેમ વરસાવી રહ્યા છે. બોલિવુડ લાઈફના રિપોર્ટ્સ પ્રમાણે, આલિયા ભટ્ટ હાલ ચાર મહિનાની ગર્ભવતી છે અને તે ડિસેમ્બરમાં પહેલા સંતાનને જન્મ આપવાની છે. તે પોતાનું પૂરતું ધ્યાન રાખી રહી છે અને પહેલા બાળકને આવકારવા માટે ઉત્સુક છે.
આલિયાની ડિલિવરી ખાર વિસ્તારમાં આવેલી એક જાણીતી હોસ્પિટલમાં થવાની છે અને આ માટે રણબીરે આખી હોસ્પિટલ બૂક કરાવી છે. જણાવી દઈએ કે, હાલમાં જ કપલ બેબીમૂન માટે ઈટાલી ગયું હતું અને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી આલિયાએ ત્યાંથી કેટલીક તસવીરો પણ શેર કરી હતી.
વર્ક ફ્રંટની વાત કરીએ તો, ‘બ્રહ્માસ્ત્ર’ બાદ આલિયા ભટ્ટ રણવીર સિંહ સાથે કરણ જાેહરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાણી’માં દેખાશે. જેમાં તેમની સાથે ધર્મેન્દ્ર, હેમા માલિની અને શબાના આઝમી છે. આ સિવાય કે હોલિવુડમાં પણ ડેબ્યૂ કરવાની છે, જેનું શૂટિંગ તેણે પૂરું કરી દીધું છે. ફિલ્મનું નામ ‘હાર્ટ ઓફ સ્ટોન છે’. તેમજ તે ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે ઝરા’માં કેટરીના કૈફ અને પ્રિયંકા ચોપરા સાથે સ્ક્રીન શેર કરતી દેખાશે.SS1MS