મોમ-ટુ-બી બિપાશા બાસુને થઈ મીઠું ખાવાની ક્રેવિંગ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/09/Bipasa.jpg)
મુંબઈ, તાજેતરમાં જ અભિનેત્રી આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર સ્ટોરી સેક્શનમાં ફેન્સને પૂછ્યુ હતું કે તેને પિત્ઝા ખાવાનું મન થઈ રહ્યું છે તો શહેરમાં બેસ્ટ પિત્ઝા ક્યાં મળશે? અને હવે બોલિવૂડ અભિનેત્રી બિપાશા બાસુએ પણ પોતાની પ્રેગ્નનન્સી ક્રેવિંગને લગતી પોસ્ટ કરી છે.
બિપાશા બાસુએ રવિવારના રોજ એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે જલેબી ખાતી જાેવા મળી રહી છે. બિપાશા બાસુએ પોતાના જલેબી ખાતા વીડિયોની સાથે લખ્યું છે કે, Finally Some Sugar Craving.. આ સાથે જ તેણે બેકગ્રાઉન્ડમાં જલેબી બેબી ગીત પણ મૂક્યું છે.
વીડિયોમાં જાેઈ શકાય છે કે અભિનેત્રી જલેબીની મજા માણી રહી છે. ઉલ્લેખનીય છે કે ગર્ભવતી હોવાને કારણે બિપાશા બાસુને કંઈક મીઠું ખાવાની ક્રેવિંગ થઈ હતી. વીડિયોમાં જાેઈ શકાય છે કે અભિનેત્રીએ બ્લ્યુ ડ્રેસ પહેરી છે અને સાથે જ લોંગ વ્હાઈટ શ્રગ પણ પહેર્યું છે.
આ આઉટફિટ્સ સાથે પિંક લિપસ્ટિક મેચ કરી છે. જલેબી ખાતી વખતે બિપાશા બાસુએ ક્યુટ એક્સપ્રેશન આપ્યા હતા. આ સાથે જ તે કહી રહી છે કે જલેબી અત્યંત સ્વાદિષ્ટ છે. બિપાશા બાસુ તાજેતરમાં જ મુંબઈના એક સલોનની બહાર જાેવા મળી હતી. અહીં તેણે બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો હતો. તેણે આ વીડિયો શેર કરીને લખ્યુ હતું કે, પહેલીવાર બેબી સાથે ફોટોગ્રાફર્સ સામે પહોંચી છું.
ઉલ્લેખનીય છે કે બિપાશા બાસુ અને પતિ કરણે થોડા સમય પહેલા જ ફેન્સ સાથે ગુડ ન્યુઝ શેર કર્યા હતા. બિપાશાએ ગુડ ન્યુઝ શેર કરતાં લખ્યુ હતું કે, નવો સમય, નવો તબક્કો અમારા જીવનમાં ઉમેરાયો છે, જે અમને પહેલા કરતાં વધારે સંપૂર્ણ બનાવે છે.
આ જીવનની શરૂઆત અમે વ્યક્તિગત રીતે કરી અને ત્યારબાદ અમે બંને મળ્યા અને ત્યારથી અમે બે હતા. માત્ર બે માટે ખૂબ બધો પ્રેમ હતો, જે અમને જાેવામાં અયોગ્ય લાગતું હતું…તેથી ખૂબ જલ્દી અમે જેઓ એકસમયે બે હતા અને હવે ત્રણ થઈશું.
અમારા પ્રેમ દ્વારા પ્રગટ થયેલી રચના, અમારું બાળક ખૂબ જલ્દી અમારા સાથે જાેડાશે અને અમારા આનંદમાં વધારો કરશે. આપ તમામનો સ્વાર્થી પ્રેમ, પ્રાર્થના અને શુભેચ્છાઓ માટે આભાર, જેઓ હંમેશા અમારી સાથે છે અને અમારો ભાગ બનીને રહેશે.
અમારા જીવનનો ભાગ બનવા માટે અને અમારી સાથે બીજુ સુંદર જીવન સર્જન કરવા માટે આભાર, મારું બાળક. દુર્ગા દુર્ગા. ઉલ્લેખનીય છે કે બિપાશા અને કરણની પ્રથમ મુલાકાત હોરર ફિલ્મ અલોનના સેટ પર થઈ હતી. એક વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા પછી તેમણે ૨૦૧૬માં લગ્ન કરી લીધા હતા.SS1MS