મમ્મી શ્વેતાની બીજી પ્રેગ્નેન્સી વિશે જાણીને લાગ્યો હતો ઝટકો
મુંબઈ, સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’થી બોલિવુડમાં ડેબ્યૂ કરનારી પલક તિવારી ક્યારેક ફિલ્મોને લઈને તો ક્યારેક તેની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. પ્રોફેશનલ લાઈફ કરતાં પણ વધુ ચર્ચા પલકની પર્સનલ લાઈફની થતી રહે છે.
પલક તિવારી ટીવીની જાણીતી અભિનેત્રી શ્વેતા તિવારીની દીકરી છે. પલક તિવારીએ હાલમાં જ ખુલાસો કર્યો છે કે, જ્યારે શ્વેતાએ તેને બીજી પ્રેગ્નેન્સી વિશે જાણ કરી હતી ત્યારે તે ખુશ નહોતી. તે મમ્મીની બીજી પ્રેગ્નેન્સી માટે તૈયાર નહોતી.
એક એન્ટરટેઈનમેન્ટ પોર્ટલ સાથેની વાતચીતમાં મમ્મીની બીજી પ્રેગ્નેન્સીને યાદ કરતાં પલક તિવારીએ કહ્યું, “હું મમ્મીની બીજી પ્રેગ્નેન્સી માટે તૈયાર નહોતી. મને લાગ્યું હતું કે, મારી અને મમ્મી વચ્ચે એક કોન્ટ્રાક્ટ હતો જે તૂટી ગયો છે.” શ્વેતા બીજીવાર ગર્ભવતી થઈ ત્યારે પલકની ઉંમર ૧૫ વર્ષ હતી.
પલકે ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, “જ્યારે મમ્મીએ મને બીજી પ્રેગ્નેન્સી વિશે જાણ કરી ત્યારે હું ખૂબ બેચેન થઈ ગઈ હતી. મેં માથું હલાવીને ના પાડી હતી. ત્યારે મમ્મીએ કહ્યું હતું કે, ના એટલે શું હોય? મારી મમ્મી મારી સામે જાેઈ રહી હતી અને હું ઘરમાં નવા સભ્યના આગમન માટે તૈયાર નહોતી. મેં મમ્મીને કહ્યું હતું કે, આ પ્રેગ્નેન્સી વિશે મને કોઈએ જાણ કેમ ના કરી. ત્યારે મમ્મીએ મને ઓવરએક્ટિંગ બંધ કરવાનું કહ્યું હતું.”
જણાવી દઈએ કે, પલક તિવારી રાજા ચૌધરી અને શ્વેતા તિવારીની દીકરી છે. શ્વેતા તિવારીના પહેલા લગ્ન રાજા ચૌધરી સાથે થયા હતા. જાેકે, બંને વચ્ચે મનમેળ નહોતો સધાતો. રાજાથી અલગ થયા બાદ શ્વેતાએ એક્ટર અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન થકી તેમના દીકરા રેયાંશનો જન્મ થયો હતો.
અભિનવ અને શ્વેતાના લગ્ન પણ ના ટક્યા. ૨૦૨૨માં તેઓ અલગ થઈ ગયા હતા. હાલ શ્વેતા બંને બાળકોને એકલા હાથે મોટા કરી રહી છે. પલક તિવારીનું નાના ભાઈ રેયાંશ સાથે ખૂબ સારું બોન્ડ છે. અવારનવાર તે તેની સાથેની તસવીરો અને વિડીયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.SS1MS