“હું તમારી દુકાન બંધ કરાવી દઈશ અને મારી જાતે શરીરે બ્લેડ મારીને દઈશ”: વૃધ્ધને એટ્રોસીટીની ધમકી આપી

AI Image
એટ્રોસીટીની ધમકી આપી દુકાન ચલાવતા વૃધ્ધ પાસે પૈસા પડાવ્યા-બે વર્ષ પહેલા વૃદ્ધે જેની ફરીયાદ કરી હતી તે શખ્સ દ્વારા ફરી હેરાનગતિ
પોરબંદર, પોરબંદર નજીકના ફટાણા ગામના નામચીન ઈસમ સામે બે વર્ષ પહેલા ફરીયાદ કરવામાં આવી હતી. અને તેને પાસામાં પુરી દેવામાં આવ્યો હતો. દરમ્યાન પાસામાંથી છુટીને ગામમાં આવ્યા બાદ અગાઉ જેણે તેની સામે ફરીયાદ કરી હતી તેને ફરીથી એટ્રોસીટીના કેસમાં ફીટ કરવાની ધમકી આપતા વધુ એક ગુનો દાખલ થયો છે.
ફટાણા ગામે રહેતા અને શ્રીકૃષ્ણ પ્રોવીઝન સ્ટોર નામની દુકાન ચલાવતા નાગાભાઈ ખીમાભાઈ ઓડેદરા નામના ૬૭ વર્ષના વૃદ્ધે બે વર્ષ પહેલા તેમના ગામના મહેશ રામાં બથવાર વિરૂધ્ ખંડણીની ફરીયાદ કરી હતી. આ કોર્ટ કેસમાં ચાલુ છે. અને આ મહેશે સામે ગુનાઓ વધી જતા તેને પાસાના પિંજરે પુરી દેવામાં આવ્યો હતો. અને ચાર-પાંચ દિવસ પહેલાં છુુટી જતા મહેશ ફરી ફટાણા ગામે આવ્યો હતો.
ગામમાં આવ્યા બાદને નાગાભાઈને મળ્યો હતો અને ત્મારે સારી રીતે દુકાન ચલાવી હોય તો તમારે મને રોજ મને એક હજાર રૂપ્યિા આપવા પડશે જો તમે રૂપિયા નહી આપો તો હું તમારી દુકાન બંધ કરાવી દઈશ અને મારી જાતે શરીરે બ્લેડ મારીને દવાખાને દાખલ થઈ જઈશ અને તમારી વિરૂધ્ધ ગંભીર ગુનાની તથા એટ્રોસીટી મુજબની ફરીયાદ દાખલ કરીશ તમારા દીકરો પુજા લંડનથી આવશે ત્યારે તેને હું મારી નાખીશ તે પ્રકારની ધમકી આપી હતી.
જેથી વૃદ્ધે બગવદર પોલીસ મથક ખાતે આવીને ફરીયાદીએ મહેશ રામા બથવારા વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે. જેમાં એક વખત પ૦૦ અને બીજી વખત ૧૦૦૦ રૂપિયા પડાવ્યા હોવાની અને ખોટી ફરીયાદ માં ફીટ કરવાની ધમકી આપી હોવાનું કહયું છે.