મંકીપોક્સઃ સિવિલ હોસ્પિ.માં ઊભો કરાયો સ્પેશિયલ વોર્ડ
(એજન્સી)અમદાવાદ, કોરોના બાદ હવે વિશ્વ મંકીપોક્સ વાયરસ હાહાકાર મચાવી રહ્યું છે. ભારતમાં અત્યાર સુધીમાં ૪ મંકીપોક્સ વાયરસનાં દર્દીઓ નોંધાયા છે, જેથી હવે સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. WHOએ મંકીપોક્સ વાયરસ મામલે હેલ્થ ઈમરજન્સી જાહેર કરી છે. ત્યારે ગુજરાતનું આરોગ્ય ખાતુ પણ એક્ટીવ થઈ ગયું છે.
વિશ્વના ૭૫ દેશમાં અત્યાર સુધીમાં અંદાજે ૧૬ હજાર મંકીપોક્સનાં દર્દીઓ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી ભારતમાં ૪ કેસ નોંધાયા છે. મંકીપોક્સ વાયરસ મામલે સરકારે ગાઇડલાઈન પણ જાહેર કરી છે. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ પણ એલર્ટ થઈ ગયુ છે. હોસ્પિટલ તંત્ર દ્વારા કોઈ કેસ આવે તો વ્યવસ્થા હોય તે માટેના પગલા લેવામાં આવ્યા છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડ્ઢ-૯ વોર્ડમાં ૮ બેડ તૈયારી દેવાયા છે, જેથી ગુજરાતમાં મંકીપોક્સનો કોઈ કેસ આવે તો તાત્કાલિક સારવાર આપી શકાય છે. તેમજ અન્ય લોકોમાં ચેપ ન પ્રસરી શકે તો તકેદારી રાખવામાં આવે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જાેશીએ આ વિશે કહ્યુ કે, મંકીપોક્સ પ્રાણીઓથી માણસોમાં ફેલાતો વાયરસ છે, કોરોનાની જેમ હવાના માધ્યમથી ફેલાતો નથી. ગુજરાતમાં હજી સુધી એકપણ કેસ કેસ ન નોંધાતા હાલ રાહતના સમાચાર છે. પરંતુ તકેદારીના ભાગરૂપે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તંત્ર એલર્ટ કરાયુ છે. ભવિષ્યમાં ૮ બેડનાં બદલે જરૂર પડે તો ૧૮ બેડની સુવિધા ઊભી કરાશે.
તેમણે લોકોને અપીલ કરતા જણાવ્યું કે, કોઈપણ વ્યક્તિને તાવ આવે, શરીર પર ફોલ્લા પડે, ગળામાં દુખાવો થાય તો ડોક્ટરનો સંપર્ક કરવો. બેથી ત્રણ અઠવાડિયામાં મંકીપોક્સનાં લક્ષણો જાેવા મળતા હોય છે, કોરોનાની જેમ માસ્ક પહેરવું અને ગાઈડલાઈનનું પાલન કરીશું તો સુરક્ષિત રહી શકીશું.
મંકીપોક્સ ટેસ્ટિંગ માટે બીજે મેડિકલ કોલેજને મળી મંજૂરી
ભારતમાં અત્યાર સુધીમાં ૪ મંકીપોક્સ વાયરસનાં દર્દીઓ નોંધાયા છે. ત્યારે હવે મંકીપોક્સ વાયરસનાં ટેસ્ટિંગ માટે હવે અમદાવાદ તૈયાર થઈ ગયુ છે. ગુજરાતમાં મંકીપોક્સ વાયરસનાં ટેસ્ટિંગ માટે અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજને મંજૂરી આપી છે. મંકીપોક્સ વાયરસનાં ટેસ્ટિંગ માટે મંજૂરી મેળવનાર અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજ પ્રથમ લેબ બની છે.
હવે જાે ગુજરાતમાં મંકીપોક્સનો કેસ આવે તો દર્દીનાં સેમ્પલ કલેક્ટ કરી અમદાવાદમાંથી જ રિપોર્ટ મેળવી શકાશે. બી.જે. મેડિકલ કોલેજના માઇક્રોબાયોલોજી વિભાગને ICMRએ મંકીપોક્સ વાયરસની ખરાઈ કરવા ઇ્ઁઝ્રઇ કીટ ઉપલબ્ધ કરાવી છે.
હાલના તબક્કે અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજના માઇક્રોબાયોલોજી વિભાગમાં ૪૦ દર્દીઓના ટેસ્ટ કરી શકાય તે માટે તમામ તૈયારીઓ કરી લેવાઈ છે. માઇક્રોબાયોલોજી વિભાગના હેડ ડોક્ટર નીતા ખંડેલવાલે આ વિશે કહ્યું કે, વિશ્વમાં જે મુજબ મંકીપોક્સનાં કેસો વધી રહ્યા છે એને ધ્યાને લઈ ICMR દ્વારા તમામ ધારાધોરણો મુજબ RTPCR કીટ આપવામાં આવી છે.
એક અઠવાડિયા પહેલાં ૈંઝ્રસ્ઇ એ બી જે. મેડિકલ કોલેજને કીટ આપી હતી, પ્રક્રિયાના ભાગરૂપે ક્વોલિટી કંટ્રોલ કરીને ફાઈલ ૈંઝ્રસ્ઇને મોકલવામાં આવી હતી. ક્વોલિટી કન્ટ્રોલનાં પરિણામ બાદ અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજને મંકીપોક્સ વાયરસનાં ટેસ્ટિંગ માટે પરવાનગી મળી. અમદાવાદ સિવિલ હોસ્પીટલ અથવા અન્ય કોઈપણ હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દી આવે એટલે સેમ્પલ કલેક્ટ કરીને બી.જે.મેડિકલ કોલેજમાં તેનો ટેસ્ટ થશે.