કોરોના કરતા ખતરનાક મહામારી મંકીપોક્સ આખી દુનિયામાં પ્રસર્યું
(એજન્સી)નવી દિલ્હી, ભારતમાં મંકી પોક્સના કોઈ નવા કેસ નોંધાયા નથી. પરંતું આ મહામારી હવે ધીરે ધીરે અનેક દેશોમાં ફેલાઈ રહી છે. ચિંતાની બાબત એ છે કે, તે કોરોના કરતા પણ વધારે ઘાતક છે. ત્યારે મંકીપોક્સને લઈને ભારત સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે.
સરકાર વૈશ્વિક એમપોક્સની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે, એમ આરોગ્ય મંત્રાલયે શનિવારે ઉમેર્યું હતું કે આ રોગના ફેલાવાને રોકવા અને નિયંત્રિત કરવા માટે તૈયારી અને સાવચેતીનાં પગલાં મૂકવામાં આવી રહ્યાં છે. આરોગ્ય પ્રધાન જેપી નડ્ડાએ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી જ્યાં તેમને જાણ કરવામાં આવી હતી કે વિપુલ પ્રમાણમાં સાવધાની રાખવાની બાબત તરીકે, અમુક પગલાં લેવામાં આવી રહ્યાં છે.
આ સાથે જ કેન્દ્ર સરકાર દ્વારા તકેદારી રાખવા માટે કેટલાક નિર્ણયો લેવામા આવ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) એ એમપોક્સને આંતરરાષ્ટ્રીય ચિંતાની જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરવાની બાબતને ધ્યાનમાં રાખીને આ બેઠક બોલાવવામાં આવી હતી.