મંકીપોક્સનો ફેલાવો શરૂઃ દિલ્હીમાં ચોથા કેસની પુષ્ટિ સાથે દેશમાં કુલ કેસ ૯ થયા
નવી દિલ્હી, ભારતમાં મંકીપોક્સના કેસ વધી રહ્યા છે. દિલ્હીમાં ૩૧ વર્ષની એક મહિલાને મંકીપોક્સનો ચેપ લાગ્યો છે. તે જ સમયે, હવે દેશમાં મંકીપોક્સના દર્દીઓની સંખ્યા વધીને નવ થઈ ગઈ છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં મંકીપોક્સના ચાર કેસ નોંધાયા છે.
લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલમાં બે દર્દીઓની સારવાર ચાલી રહી છે. દેશમાં પ્રથમ વખત કોઈ મહિલાને મંકીપોક્સ પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું છે. મહિલા નાઈજીરિયાની છે, પરંતુ હાલમાં પશ્ચિમ દિલ્હીમાં રહેતી હતી.
દિલ્હી સરકારના જણાવ્યા અનુસાર, જાે જરૂર પડશે તો હોસ્પિટલો અને આઇસોલેશન રૂમની સંખ્યા વધુ વધારી શકાય છે. આ તમામ હોસ્પિટલોમાં મંકીપોક્સના ચેપ સામે લડવા માટે, WHO દ્વારા નિર્ધારિત ધોરણોને ધ્યાનમાં રાખીને તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, મંકીપોક્સના વધતા જતા કેસોને જાેતા દિલ્હી સરકારે તૈયારીઓ તેજ કરી દીધી છે. આ માટે, દિલ્હી સરકારે લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલમાં ૨૦ આઈસોલેશન રૂમ, ગુરુટેગ બહાદુર હોસ્પિટલમાં ૧૦ આઈસોલેશન રૂમ અને ડૉ. બાબાસાહેબ આંબેડકર હોસ્પિટલમાં ૧૦ આઈસોલેશન રૂમ આરક્ષિત કર્યા છે.
એટલું જ નહીં સરકારી હોસ્પિટલો તેમજ ત્રણ ખાનગી હોસ્પિટલોમાં ૧૦-૧૦ આઈસોલેશન રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ૨૩ જુલાઈ સુધી વિશ્વના ૭૫ દેશોમાં મંકીપોક્સના ૧૬ હજારથી વધુ કેસ નોંધાયા હતા, જેને ધ્યાનમાં રાખીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા મંકીપોક્સને જાહેર આરોગ્ય ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે.
ભારતમાં મંકીપોક્સના અત્યાર સુધીમાં નવ કેસ નોંધાયા છે, જેમાંથી ચાર દિલ્હીના છે. આમાંથી બે દર્દીઓ લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. એક દર્દી સાજા થયા બાદ સોમવારે રાત્રે તેને રજા આપવામાં આવી હતી.
દેશમાં મંકીપોક્સના જાેખમને ધ્યાનમાં રાખીને, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે માર્ગદર્શિકા જારી કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે કોઈપણ વયની વ્યક્તિ કે જે છેલ્લા ૨૧ દિવસમાં મંકીપોક્સથી પ્રભાવિત દેશોની મુસાફરી કરીને પરત ફરે છે, જેને સોજાે આવ્યો હોય તો લક્ષણો જેમ કે લસિકા ગાંઠો સાથે ઘેરા ફોલ્લીઓ, તાવ, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો અથવા નબળાઇ જાેવા મળે છે, તો પછી તેને મંકીપોક્સથી ચેપ લાગ્યો હોવાની શંકા થઈ શકે છે. આવા દર્દીઓના સીધા સંપર્કમાં આવવાનું ટાળો.SS1MS