Western Times News

Gujarati News

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર પણ રાષ્ટ્રપતિની ચૂંટણીના કારણે મોકૂફ રાખવામાં આવે તેવી શક્યતાઓ

Gujarat Vidhansabha

ગાંધીનગર, આગામી 18મી જુલાઈના રોજ દેશના રાષ્ટ્રપતિની ચૂંટણી માટેની તૈયારીઓ આરંભવી દેવામાં આવી છે. ત્યારે એનડીએ અને વિપક્ષ વચ્ચે યોજાનારી રસાકસી ભરી આ ચૂંટણીમાં સૌની નજર છે તો બીજી તરફ આગામી 13 જુલાઈના રોજ એનડીએ ના રાષ્ટ્રપતિ ઉમેદવાર દ્રૌપદી મુરમું ગુજરાત આવી રહ્યા છે.

ત્યારે તેઓ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો અને સાંસદો સાથે મહત્વની બેઠક કરશે. ઉલ્લેખનીએ છે કે આ બેઠકની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ વિશેષ ઉપસ્થિત રહેશે.

રાષ્ટ્રપતિની ચૂંટણીના પગલે ભુપેન્દ્રભાઈ પટેલની સરકારનું વિધાનસભાનું વિશેષ સત્ર પણ નહીં મળી શકે. દેશના રાષ્ટ્રપતિ ની ચૂંટણી માટે ગુજરાત વિધાનસભામાં મતદાન અંગેની સંપૂર્ણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે . જે અંતિમ તબક્કામાં છે

ઉલ્લેખનીય છે કે 18 જુલાઈ ના રોજ યોજાનાર રાષ્ટ્રપતિ ના મતદાનનો સમય સવારે 9 થી 4:00 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે . તો બીજી તરફ મતદાન પછી શીલ બંધ મત પેટીઓને ચૂંટણી અધિકારીઓની સાથેજ હવાઈ માર્ગે લઈ જવામાં આવશે એટલું જ નહીં સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ મત પેટી માટે પણ ખાસ વિમાન ટિકિટ ખરીદવામાં આવશે

એટલે કે મત પેટીઓને પ્લેનના કાર્ગો માં પણ મોકલવામાં નહીં આવે. તો બીજી તરફ ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર પણ રાષ્ટ્રપતિની ચૂંટણીના કારણે મોકૂફ રાખવામાં આવે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે.જયારે વાત રહી ઉમેદવારના જય પરાજયની  તો તેમાં ગુજરાતમાં સત્તા પક્ષતરીકે ભાજપનું બહુમત છે.

પરિણામે એનડીએ ના મહિલા ઉમેદવાર દ્રૌપદી મુર્મ ને ગુજરાતમાં થી ચોક્કસ સરસાઈ મળશે જ જોકે આ પહેલા તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારતીય જનતા પાર્ટીના તમામ સાંસદો અને ધારાસભ્યો સાથે મહત્વની બેઠક કરશે અને તેમની તરફેણમાં મતદાન થાય તે માટેની અપીલ પણ કરશે

ઉલ્લેખનીય છે કે ગત શુક્રવારે વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહાએ પણ ગુજરાતની મુલાકાત કરી હતી એ દરમિયાન તેમણે કોંગ્રેસના તમામ ધારાસભ્યો અને સાંસદો સાથે રાષ્ટ્રપતિ ની ચૂંટણી અંગે ચર્ચા વિશ કરી તેમની તરફેણમાં મતદાન કરવા માટેની અપીલ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.