Western Times News

Gujarati News

૧૫ જૂનથી દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસુ બેસશે

૧ જૂને કેરળ- તમિલનાડુમાં, ૧૫ જૂનથી ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારમાં ચોમાસુ શરૂ થશે

નવી દિલ્હી, ૧૯ મેથી આંદામાન અનેનિકોબાર ટાપુઓ પર અટવાયેલા દક્ષિણપશ્ચિમ ચોમાસાએ ૨૯ મેના રોજ વેગ પકડ્યો હતો.

૧૫ જૂનથી દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ શરૂ થવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સામાન્ય ગતિએ આગળ વધતા, ચોમાસાએ ૨૨ થી ૨૬ મે દરમિયાન આંદામાન અને નિકોબાર ટાપુઓ પાર કરીને બંગાળની ખાડીમાં આગળ વધવું જાેઈતું હતું, પરંતુ ચોમાસું ૩૧ મેના રોજ એ સ્થિતિમાં પહોંચ્યું છે. આમ એ સામાન્ય કરતાં લગભગ એક સપ્તાહ મોડું ચાલી રહ્યું છે.

ચોમાસાની ગતિને જાેતા અનુમાન છે કે ૧ જૂને કેરળ અને તમિલનાડુમાં ચોમાસાનો વરસાદ શરૂ થશે, ૫ જૂન સુધીમાં કર્ણાટક, આંધ્રપ્રદેશ અને પૂર્વોત્તરમાં વરસાદ પડશે. ચોમાસું ૧૦ જૂન સુધીમાં મહારાષ્ટ્ર અને તેલંગાણા પહોંચી જશે.

૧૫ જૂનથી ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાનો વરસાદ શરૂ થશે. ૨૦ જૂનથી રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ અને જમ્મુ-કાશ્મીરમાં વરસાદ પડશે. ચોમાસાનો આ તબક્કો ૮મી જુલાઈ સુધી ચાલુ રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસ સુધી સમગ્ર ઉત્તર પશ્ચિમ ભારતમાં ૫૦-૭૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ સિવાય કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

ખાસ કરીને રાજસ્થાન, હિમાચલ અને જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ પડી શકે છે. આ દરમિયાન, ઉત્તર પશ્ચિમ ભારતમાં મોટાભાગના સ્થળોએ મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસથી નીચે રહેશે. ૧ થી ૩ જૂનની વચ્ચે બિહાર સહિત ગંગાના મેદાનોમાં ગરમીનું મોજું પ્રવર્તી શકે છે.

દેશમાં નિયત સમયે કરતાં એક અઠવાડિયું મોડું ચોમાસું શરૂ થવાનું છે ત્યારે આ વખતે પણ વૈશ્વિક હવામાન વિભાગે અલ નિનોની અસર વિશ્વનાં અનેક દેશો ઉપર જાેવા મળશે તેવી દહેશત વ્યક્ત કરી છે. ત્યારે ભારતમાં ચોમાસુ મધ્યમ રહેશે. તેવી આગાહી કરાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.