Western Times News

Gujarati News

ટૂંક સમયમાં જ ભારે વરસાદ સાથે ચોમાસાની થશે પધરામણી

નવી દિલ્હી, બિપરજાેય વાવાઝોડાનું સંક્ટ હવે ગુજરાત પર નથી, પરંતુ બિપરજાેય વાવાઝોડાને કારણે સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને ભારે પવન ફૂંકાયો હતો. ત્યારે હવે IMD દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ પૂર્વ અને ઉત્તરના ભાગોમાં વરસાદની શક્યતા છે અને જૂનના અંતમાં જૂલાઈમાં નિયમિત વરસાદની આગાહી કરવામાં આવી છે.

અત્યાર સુધી એવી આગાહી કરવામાં આવતી હતી કે, આ વર્ષનું ચોમાસુ સુસ્ત રહેશે. જાે કે, હવેની આગાહી મુજબ, ભારતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ થશે. આકરાની ગરમીનો સામનો કરી રહેલા પૂર્વ અને ઉત્તર ભારતના ભાગોમાં વરસાદ પડવાની સંભાવના છે. હવામાન શાસ્ત્રીઓના અનુસાર, જૂનના અંત અને જુલાઈની શરૂઆતમાં વરસાદની શરૂઆત થઈ શકે છે અને દેશના વિવિધ ભાગોમાં વરસાદ નિયમિત રીતે પડી શકે છે. પશ્ચિમ, મધ્ય અને પૂર્વના ભાગોમાં સામાન્ય કરતા વધુ વરસાદની શક્યતા છે.

IMDના મહાનિદેશક મૃત્યુજંય મહાપાત્રાના જણાવ્યા અનુસાર, ૨૧ જૂન સુધીમાં પૂર્વ અને ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં ચોમાસુ આગળ વધી શકે છે, જેના કારણે વરસાદની શક્યતા દેખાઈ રહી છે.

બિપરજાેય વાવાઝોડાને કારણે રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારમાં વરાસદ જાેવા મળ્યો હતો. બંગાળની ખાડી પરની હવામાન સિસ્ટમના અભાવને કારણે તેમજ દક્ષિણ પશ્ચિમ ચોમાસા પર ગંભીર વાવાઝોડાની અસરના કારમે ૧૧ મે સુધી ચોમાસુ શાંત રહ્યુ હતુ. જાે કે, બિપરજાેયને કારણે ઉત્તર પૂર્વ તરફ અને મધ્ય પૂર્વમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. બિપરજાેય વાવાઝોડાને કારણે રાજસ્થાનમાં ભારે વરસાદ નોંધાયો હતો. ત્યારે હવે રાજસ્થાન,ઉતરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થઈ શકે છે.

આ વર્ષે ૮મી જૂને ચોમાસાની એન્ટ્રી થવાની હતી, જે સામાન્ય કરતા એક અઠવાડિયુ મોડુ આવવાનું હતું. કેટલાક હવામાન શાસ્ત્રીઓના મતે વાવાઝોડાને કારણે ચોમાસુ મોડુ આવ્યુ છે અને હળવા ચોમાસાનું આગમન થયુ છે. અત્યાર સુધી દેશમાં પૂર્વોત્તર, તમિલનાડુ, કેરળ, આંધપ્રદેશના કેટલાક ભાગોમાં વરસાદ થયો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.