મોરારિબાપુઃ ગૃહસ્થી છતાં ફક્કડ
મોરારિબાપુના જીવન ઉપર ઘણાં ગ્રંથો પ્રકાશિત થતાં રહે છે અને થતાં રહેશે. તો પણ તેમના સમગ્ર જીવનને સ્પર્શવું કે તેને ઉઘાડ આપવો અશક્ય જ છે. તેઓ તેમના જીવનકાળ દરમિયાન જે આચાર ધર્મનું પાલન કરી રહ્યાં છે. તેને જ આપણે સમર્થશક્તિમાન, મહાપુરુષ કે દૈવતત્વ ધરાવતા મહામાનવ તરીકે ઓળખી શકીએ !
પરંતુ આ બધાં વિશેષણો તેમને માટે જરાય મહત્વના નથી. તેઓ હંમેશા તેના સામે કિનારે ઊભા રહીને સૌને કહેતાં રહ્યાં છે કે હું માણસ સિવાય કશું જ નથી.હમણાં જ તેમણે ટ્રોમ્સો કે જે યુરોપ ખંડના ઉત્તર ભાગમાં આવેલું નોર્વે નામના દેશનું એક શહેર છે ત્યાં કથા દરમિયાન કહ્યું કે ગુરુપૂર્ણિમા ઉત્સવ હું મારી રીતે ઉજવું છું.હું ગુરુનિષ્ઠ જરૂર છું.પરંતુ હું કોઈનો ગુરુ નથી! મારી જરૂરિયાતો હવે બિલકુલ સંકોચાતી ગઈ છે.
એક જમાનામાં જરૂરિયાત હતી ત્યારે ચોક્કસ ગુરુપૂર્ણિમાનો ઉત્સવ ઉજવતાં હતાં. પરંતુ હવે આ પ્રકારનો કોઈ કાર્યક્રમમાં તલગાજરડા કરતું નથી. તેની જાહેરાત સમગ્ર જગતને ગુરુપૂર્ણિમાના આગળના દિવસોમાં કરવામાં આવે છે.પરંતુ હવે બાપુનું અકિચંન માત્ર ગુરુપૂર્ણિમા પૂરતું મર્યાદિત નથી. પરંતુ તેમને જ્યારે જ્યારે કોઈ વસ્તુ પ્રાપ્ત થઈ હોય
જો કે સામાન્ય સંજોગોમાં કશું જ સ્વીકારવાના મતના નથી.પણ છતાં કોઈ તેમને કશું આપે તો તેનો સાદર સ્વીકાર જરૂર કરે. પરંતુ તે તેમને ત્યાં જ કોઈને સુપ્રત કરે છે. તો પણ અનેક જગ્યાએથી કોઈને કોઈ નાની મોટી પ્રસાદીક ચીજો તેમને પ્રાપ્ત થતી રહે છે.
કેટલાંક વ્યાસવાટિકાના ફ્લાવર્સ એવા છે કે જે જીદથી બાપુના ખોળામાં આવી વસ્તુઓ પધરાવી દેતા હોય છે.પછી બાપુ તેનો યોગ્ય લાગે તે રીતે ઉપયોગ કરતા રહે છે.
તાજેતરમાં નોર્વેમાં રવિવાર એટલે કે ૧૫ જુલાઈના રોજ કથાનું સમાપન થયું.આ કથાની ઘટના એક ઘટના કે જેનો જેને સાર્વજનિક કરવી જરૂરી લાગે છે. બન્યું એવું કે પુ. મોરારીબાપુ જે હોટલમાં નિવાસ કરતા હતાં. તેમના નોર્વેયન લોકો તેમની ભાષા, વર્તનના કે તેમના વ્યવહારથી સંપૂર્ણ અજાણ હતાં.પરંતુ હોટલના એ યુરોપિયન લોકોને બાપુનું વ્યક્તિત્વ આકર્ષી ગયું.
કેટલાંક વ્યક્તિત્વ એવાં હોય છે કે જ્યાં ભાષા, શબ્દ કે સમજની જરૂર નથી. તો પણ લોકો સહજ તેની તરફ ખેંચાઈને અપાર પ્રેમ અને કરુણા વરસાવતાં રહે છે. અહીં પણ એવો જ દાખડો થયો.આ કર્મચારીઓ હોટલના વિવિધ વિભાગમાં કાર્યરત હતાં.તેમને બાપુ માટે એક ભાવ ઉત્પન્ન થયો અને તેમણે તે દેશ કે જે દેશ સૂર્યને બળકટ પ્રેમથી હૃદયમાં રાખે છે. કારણકે અહીંથી સૂર્ય છ માસ વિદાય લેતો નથી. એવું કહેવાય છે કે તે ઉત્તર ધ્રુવનો દેશ છે.
તેથી તે બધાં લોકો મને સૂર્ય માટે અનન્ય શ્રદ્ધા અને ભાવ છે. તેથી આ કર્મચારીઓએ બાપુને ટાઈમા રાખી શકાય તેવું પ્રતિક સૂર્ય ચિન્હ ભેટ આપ્યું.બાપુ તો ભેટ સ્વીકારે નહીં પરંતુ તેમ છતાં તેમણે તેનો સ્વીકાર કરીને વ્યાસપીઠ ઉપરથી જ તેને સાર્વજનિક કરી. જ્યારે એ ડબ્બી ખોલી તો અંદરથી સૂર્ય નીકળ્યો. એ કદાચ ચાંદીનો હતો પરંતુ હતો ખૂબ જ રૂપકડો. તે ટાઈ પર લગાવવાનું એક ચિહ્ન હતું તેથી બાપુએ થોડીવાર માટે પોતાની કાળી કામળી પર લગાવ્યું,આપનારાઓનો આભાર પ્રગટ કર્યો.તુરંત કથાની ફોટોગ્રાફી કરતાં એક ફોટોગ્રાફર જેનું હુલામણું નામ ‘લાલો’ છે તેને બોલાવીને આ સૂર્યનું ચિન્હ આપી દીધું.
આ અગાઉ પાંચેક વર્ષ પહેલાં દક્ષિણ ભારતની એક કથા દરમિયાન એક યજમાને બાપુને વ્યાસપીઠ ઉપર સોનાનો ચેઈન ભેટ સ્વરૂપે આપ્યો. બાપુ કોઈ વસ્તુ ભેટ લેતા નથી તે સર્વ વિદિત હોવાં છતાં તેમના ફ્લાવર્સની આ પ્રસાદી બાપુએ સ્વીકાર કરીને સાર્વજનિક રીતે તેમના વાદ્ય વૃંદમાં કાર્યરત એવા મહારાષ્ટ્રના ગજાનંદભાઈ સાંળુકેને બોલાવીને ભેટ ધરી દીધી.
એવી જ એક બીજી ઘટના તાજેતરમાં ગુજરાતની આદિવાસી વિસ્તારમાં યોજાયેલી કથા દરમિયાન યજમાને દુરાગ્રહથી બાપુને એક મોટી ગાડી ભેટ ધરી. જે ગાડી ખૂબ કીમતી હતી. બાપુએ તેમને સ્વીકારવાની ના જ પાડી અને પોતાનો આચારધર્મ પણ તેમને જણાવ્યો. પરંતુ આ તો બાપુનો ફ્લાવર્સ તેમની જીદ પાસે બાપુએ પણ નમતું જોખવું પડ્યું.
પરંતુ આખરે બાપુએ એ ગાડી તેમની જ રજમંદીથી વેચી દઈને તેમની ઉપજેલી કિંમત ૧ કરોડ ૨૬ લાખ માંથી રૂપિયા ૧ કરોડ લોકભારતી સંસ્થાને તેમના શિક્ષણ યજ્ઞ માટે અર્પણ કર્યા.ઘણાં વર્ષોથી બાપુએ કશું ન સ્વીકારવાનો તો નિર્ણય કર્યો છે. પરંતુ એ પહેલાં જ્યારે પણ બાપુ તલગાજરડા પહોંચે એ પહેલા તેમની ગાડીમાં અનેક ચીજ વસ્તુઓ મીઠાઈ થી લઈને નાની નાની ભેટ સોગાદો પાછળની સીટમાં ભરાયેલી હોય.પણ બાપુ ઘર તરફ આવવાનો પ્રવાસ શરૂ કરે એટલે એ બધી વસ્તુઓ જરૂરિયાત મંદ દેખાતા લોકોને હંમેશા વહેંચતા આવે.
તલગાજરડાના પાદરે પહોંચતા બધું ખાલી થઈ ગયું હોય! બીજી પણ એક ઘટનાને યાદ કરીએ ગારીયાધાર આસપાસમાં એક કાપડના ફેરીયાભાઈ કાપડની ફેરી કરે છે.તે બાપુના ફ્લાવર્સ એટલે જ્યારે બાપુ મળે ત્યારે તે રાજી થાય ! એવામાં એક દિવસ રસ્તામાં બાપુની ગાડી મળી ગઈ.આ ફેરીયાભાઈ રાજી થઈ ઊભા રહ્યાં બાપુએ હાલચાલ પુછ્યાં અને આ ભાઈને પૂછ્યું કે આ તમે મોટરસાયકલની પાછળ જે પોટલું બાંધ્યું છે તેમાં શું શું છે,અને કેટલા રૂપિયાનું છે?!
તો તે ભાઈએ કહ્યું કે એમાં મોટેભાગે ઓછાડ, શાલ, ટુવાલ અને બીજા જરૂરિયાતના કપડાઓ છે. લગભગ આ પોટલું આઠેક હજાર રૂપિયાનું થાય છે.એવું કહેવાય છે કે બાપુએ ?૮,૦૦૦ આ ફેરીયા ભાઈને અર્પણ કરીને કહ્યું કે તમે આ પોટલું ગરીબ વસ્તીમાં જઈને બધાને વિના મૂલ્ય વહેંચી દેજો! આ સ્વભાવની ફકડતા ક્યાં શોધશો? કોઈ ગૃહસ્થી સાધુ કે જેને પોતાનો પરિવાર છે તે કોઈ ફિકર સતત વહેંચતા જ રહે તેવું ક્યાંય જોયું જાણ્યું નથી!
‘યું તો હમને લાખ લોગ દેખે હૈ,તુમસા નહિ દેખા’ બસ, એટલે જ મોરારિબાપુ એ મોરારિબાપુ છે.