ઇન્ડિયન નેવીના 50 જવાનો અને એરફોર્સના 30 જવાનો મોરબી જવા રવાના
મોરબીમાં સર્જાયેલી દુર્ઘટનામાં રાજ્ય સરકાર દ્વારા બચાવ રાહત કામગીરી વધુ વેગવાન બનાવવામા આવી છે.
આ હેતુસર એન.ડી.આર.એફની 3 પ્લાટુન ઇન્ડિયન નેવીના 50 જવાનો અને એરફોર્સના 30 જવાનો આર્મી જવાનોની બે કોલમ તેમજ ફાયર બ્રિગેડની 7 ટીમ રાજકોટ, જામનગર, દીવ અને સુરેન્દ્રનગરથી અદ્યતન સાધનો સાથે મોરબી જવા માટે રવાના થયા છે.
*એસ.ડી.આર.એફની 3 તેમજ એસ આર પી. ની બે પ્લાટુન પણ બચાવ રાહત કામગીરી માટે મોરબી પહોંચી રહી છે*
*એટલું જ નહીં રાજકોટ સીવીલ હોસ્પિટલમા એક અલાયદો વોર્ડ પણ સારવાર માટે ઊભો કરવામાં આવ્યો છે.
મચ્છુ નદીની ઉપરના દોઢ દશક જુના કેબિલ બ્રિજ તૂટી જવાની ગોજારી ઘટનામાં અંદાજે 500 લોકો નદીમાં ખાબકતા ફરી એક વખત મોરબીમાં મોતનું તાંડવ સર્જાયું છે. શરૂઆતી માહિતી પ્રમાણે આ હોનારતમાં 10 લોકોના મોતની સરકારે પુષ્ટિ કરી હતી પરંતુ સમય જતા આ આંકડો વધુ ભયાવહ બની રહ્યો છે.
સ્થાનિકોના 100ના મોતના આંકડાના અનુમાનની સામે સરકાર દ્વારા 9.30 કલાક સુધીમાં અંદાજે 60 લોકો બ્રિજ તૂટતા મોતને ભેટ્યા હોવાની આધિકારીક જાણકારી આપવામાં આવી છે.
રવિવારે સાંજે અંદાજે ૬.૪૫ કલાકે મોરબીના ઝૂલતા પુલ તૂટી પડતાં લગભગ 60 વ્યક્તિ મૃત્યુ પામી છે અને આ આંક વધવાની શક્યતા રાજ્ય સરકારના મંત્રી બ્રિજેશ મેરાજે આપી છે.