મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં ત્રણ અરજી કોર્ટે રદ કરી
મોરબીમાં ઝુલતા પુલની દુર્ઘટના સર્જાતા ૧૩પ વ્યકિતઓના મૃત્યુ નીપજયા હતા. અને ઝુલતા પુલનું સંચાલન કરતી ઓરેવા કંપનીના એમડી તથા બે મેનેજર સહીતના શખ્સો સામે ગુનો નોધવામાં આવ્યો હતો.
મોરબી, રાજયભરમાં ચર્ચાસ્પદ બનેલા મોરબીના ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં ટ્રેજડી વિકટીમ એસોસીએશન દ્વારા મોરબી ડીસ્ટ્રીકટમાં આરોપીઓ સામે હત્યાની કલમનો ઉમેરો કરવા તેમજ કંપનીને આરોપી બનાવવા અરજી કરવાની સાથે અન્ય એક વકીલ દ્વારા કંપનીએ ખોટા ડોકયુમેન્ટ ઉભા કર્યા હોવાની કરવામાં આવી હતી.
જે કોર્ટે ત્રણેય અરજીઓ રદ કરી નાખી હતી અને આ કેસની સુનાવણી આગામી તા.૧-૧૦ના રાખવામાં આવી હતી અને હવે ચાર્જ ફેમ કરવામાં આવશે.
આ અંગેની વિગત એવી છેકે, ગત તા.૩૦-૧૦-રરના મોરબીમાં ઝુલતા પુલની દુર્ઘટના સર્જાતા ૧૩પ વ્યકિતઓના મૃત્યુ નીપજયા હતા. અને ઝુલતા પુલનું સંચાલન કરતી ઓરેવા કંપનીના એમડી તથા બે મેનેજર સહીતના શખ્સો સામે ગુનો નોધવામાં આવ્યો હતો. દરમ્યાન આ કેસમાં ટ્રેજડી વિકિટમ એસો..દ્વારા આરોપીઓ વિરૂધ્ધ હત્યાની કલમ ઉમેરવા, કંપનીને આરોપી બનાવવા અરજી કરી હતી.
તેમજ અન્ય એક અરજીમાં કંપનીએ ખોટા ડોકયુમેન્ટ ઉભા કર્યા હોય પગલાં ભરેલા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.જે તમામ અરજીઓ મોરબી ડિસ્ટ્રી કોર્ટે રદ કરી નાખી હતી. તેમજ આ કેસની આગામી સુનાવણી તા.૧-૧૦-ર૪ના રાખવામાં આવી છે. અને હવે ચાર્જ કરવાનો તબકકો હોવાનું સરકારી વકીલ વિજયકુમાર જાનીએ જણાવ્યું હતું.