મારું મોરબી રડી રહ્યું હોય ને હું કઈ રીતે ફૂલનો હાર પહેરી શકું?
આ શબ્દો છે, મોરબીના ઝુલતા પુલ પાસે નજીકમાં રહેતા યુવક – હુસૈન પઠાણના. આ યુવકને જેવી ખબર પડી કે મોરબીનો ઝુલતો પુલ તૂટી પડ્યો છે, તે તરત જ તેની માતા અને બહેનને કહીને નિકળ્યો કે હું લોકોને બચાવવા જાઉં છું. મારી રાહ જોતા નહિં.
મોરબી દુર્ઘટનામાં પ્રશંસનીય કામગીરી કરી લોકોના જીવ બચાવનાર યુવક હુસૈન પઠાણ#MorbiBridge #MorbiBridgeCollapse #Gujarat pic.twitter.com/zZvQ9ydD7J
— Purvin Suthar (@purvin01) November 3, 2022
ઠંડીની સીઝન શરૂ થઈ ગઈ હતી, નદીનું પાણી ઠંડુ હતું છતાં પણ કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર સીધા જ નદીમાંથી લોકોને બચાવવાનું કામ શરૂ કર્યુ. હું એકલો ન હતો, મારી સાથે મારી નજીકમાં રહેતા ઘણાં યુવકો ક્ષણ ભરનો વિચાર કર્યા વગર લોકોને બચાવવા નિકળી પડ્યા હતા.
બીજા દિવસે લોકોને ખબર પડી કે આ યુવકે ઘણાં લોકોના જીવ બચાવ્યા છે, તો કેટલીક સંસ્થાઓએ તેમને જણાવ્યું કે તમે અમારે ત્યાં આવો અમે હાર પહેરાવીને તમારૂં સન્માન કરવા માંગીએ છીએ. તો આ યુવકે ખુબ જ નિર્દોષ ભાવે જવાબ આપ્યો કે, મોરબીમાં રહેતા નાગરીકોના જાન બચાવવાની મારી ફરજ હતી. ઘણાં લોકોએ જીવ બચાવ્યા છે, જે લોકો મૃત્યુ પામ્યા છે તેમને હું શ્રદ્ધાંજલી આપું છું.
મારું મોરબી રડી રહ્યું હોય ને હું કઈ રીતે ફૂલનો હાર પહેરી શકું? મારી સાથે બીજી ઘણી સંસ્થાઓના કાર્યકરો તેમજ મોરબીના મકરાણી વાસ, બોરીચા વાસ, વિસીપરાના છોકરાઓ હતા. જે જે લોકોને ખબર પડી હતી તે બધા દોડીને આવ્યા હતા. બધાએ ભેગા મળીને લોકોને બચાવવાનું કામ કર્યુ છે, મેં એકલાએ આ કામ કર્યુ નથી.
મોરબીના હુસૈન પઠાણ નામના મુસ્લિમ યુવકે પોતાની જાનની પરવાહ કર્યા વગર 50 લોકોનો જીવ બચાવ્યો….આવા જાંબાઝ યુવકને કોટિ કોટિ વંદન