મોરબીના ઈજાગ્રસ્તને સરકાર અને ઓરેવા કંપની બન્ને પાસેથી ૫૦-૫૦ લાખની સહાય મળવી જાેઈએ

કોંગ્રેસે મૃતકોના પરિવારોને નોકરી આપવા સહિત ૩ મુખ્ય માંગ કરી
મોરબી, મોરબીમાં પુલ તૂટવાની દુર્ઘટનાને લઇને વિપક્ષ છાશવારે સત્તાપક્ષ ભાજપને ઘેરી રહ્યો છે. ત્યારે આ મામલે કોંગ્રેસ પ્રવક્તા આલોક શર્માએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. જેમાં ગુજરાત કોંગ્રેસે ૩ મુખ્ય માંગ પણ ઊઠાવી છે.
આલોક શર્માએ જણાવ્યું કે સરકાર પોતાની જવાબદારી સમજી મૃતકોના પરિવારોને નોકરી આપવી જાેઈએ. વધુમાં વળતરની જાહેરાતમાં વધારો કરી ૧ કરોડની સહાય જાહેર જાહેર કરવામાં આવે તેવી પણ માંગ કરી હતી. ઉપરાંત ઈજાગ્રસ્તને સરકાર અને ઓરેવા કંપની બન્ને પાસેથી ૫૦-૫૦ લાખની સહાય મળવી જાેઈએ.
વધુમાં આ દુર્ઘટનાને લઇને મોરબી નગરપાલિકાના તમામ અધિકારીઑનો સસ્પેન્ડ કરવાની પણ આલોક શર્માએ માંગ ઉઠાવી હતી. વધુમાં મૃતકોના નામની યાદી જાહેર કરવા અંગે પણ માંગ ઊઠી છે. તેજ રીતે રિટાયર્ડ જજની અધ્યક્ષતામાં નવી જીૈં્ બનાવી તપાસ કરવામાં આવે. તેમજ સરકાર કસૂરવારોને બચાવવા પ્રયાસ કરતી હોવાના ગંભીર આરોપ પણ લગાડ્યા હતા.
૩૦ ઑક્ટોબરનાએ ગોઝારા દિવસે મોરબીની શાન સમાન ઝૂલતો પુલ એકાએક તૂટી પડ્યો હતો. હેરિટેજ ઝૂલતો પુલ તૂટતા અનેક લોકો મચ્છુ નદીના પાણીમાં પડ્યા હતા. જેને લઇને રોકકળાટ ફેલાયો હતો. આ દરમિયાન મોરબીમાં ઝૂલતા પુલ પર ૫૦૦ જેટલા લોકો હતા.
આ દરમિયાન દુર્ઘટના બની હતી. જેને લઇને ૨૦૦ થી વધુ લોકો મચ્છુ નદીના જળપ્રવાહમાં પડ્યા હતા. ત્યારબાદ બચાવ ટુકડીઑ દોડી આવી હતી અને લાંબી કાર્યવાહી બાદ ૧૩૫ થી વધુ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.