Western Times News

Gujarati News

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં FSLના રિપોર્ટમાં થયા ચોંકાવનારો ખુલાસા

પુલના રિનોવેશનમાં કેબલ ન બદલાયા હોવાની વાત સામે આવી છે, તેમજ માત્ર ફ્લોરિંગ અને નીચેની ટાઈલિંગ જ બદલાવામાં આવી હતી

(એજન્સી)મોરબી , મોરબીમાં સર્જાયેલી દુર્ઘટના અનેક પરિવારો માટે કાળ બનીને ભરખી ગઈ છે. દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. અનેક પરિવારો બાળકો સાથે ઝૂલતા પુલની મુલાકાતે ગયા હતા જે મોજની પળો પરિવર્તન થઈ કાળ પળમાં અને જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. જે દુર્ઘટના બાબતે એફએસએલની તપાસ મામલે મહત્વના સમાચાર સામે આવ્યાં છે. જેમાં પુલના રિનોવેશનમાં કેબલ બદલાયા ન હતા.

એફએસએલની તપાસ મામલે મહત્વની માહિતી મળી છે કે, પુલના રિનોવેશનમાં કેબલ ન બદલાયા હોવાની વાત સામે આવી છે. તેમજ માત્ર ફ્લોરિંગ અને નીચેની ટાઈલિંગ જ બદલાવામાં આવી હતી. એફએસએલની ટીમ ઘટનાસ્થળેથી કેબલ કાપીને તપાસમાં લઇ ગઈ હતી,

ઓરેવા કંપનીને નથી બ્રિજ મેન્ટેનેન્સ કરવાનો અનુભવ છતા તેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. બ્રિજ કેટલા લોકોનો વજન સહન કરી શકશે એ અંગે કંપની પાસે માહિતી ન હતી. કંપની પાસે બીજાે કોઈ ઈમરજન્સી પ્લાન પણ નહતો. બ્રિજનું સ્ટ્રક્ચરલ ઓડિટ પણ ક્યારેય કરાયું નથી

તેમજ દુર્ઘટના બાદ ગઈકાલે એફએસએલની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જે રિપોર્ટમાં સમગ્ર ઘટનાનો ખુલાસો થયો છે. બ્રિજના પતરા જ બદલવામાં આવ્યા હતા. બ્રિજના દોરડા અને બીજુ મટિરિયલ બદલાયું નથી.

એફએસએલના રિપોર્ટમાં પુલના રિનોવેશનમાં કેબલ ન બદલાયા હોવાની વિગતો સામે આવી છે. સમગ્ર દુર્ઘટનામાં લોકો દ્વારા સવાલો કરવામાં આવી રહ્યાં છે કે, દુર્ઘટના કેસમાં નાની માછલીઓને જ પકડવામાં આવી છે જ્યારે મગરોને બેનકાબ કરવામાં આવ્યા નથી.

એફએસએલનો રિપોર્ટ સામે આવ્યો છે અને જેમાં પુલના રિનોવેશનમાં મોટી બેદરકારી દાખવવામાં આવી છે. રિનોવેશનના અધુરા કામ કરી અને પુલ ચાલુ કરી દેવામાં આવ્યો હતો તેવા પણ આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.