Western Times News

Gujarati News

ગાડીમાં ચાલતું ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ઝડપાયુંઃ મોરબીના ત્રણ શખ્સ ઝડપાયા

૬ મોબાઈલ, કાર સહિત કુલ રૂ.૭.૪ર લાખનો મુદ્દામાલ કબજે

જામનગર, જામનગર એલસીબી પોલીસે બેડ ટોલનાકા પાસે આઈપીએલ ક્રિકેટના મેચ પર અર્ટીગા કારમાં બેસી ક્રિકેટનો સટ્ટો રમાડતા મોરબીના ત્રણ શખ્સને રોકડા રૂપિયા તથા મોબાઈલ ફોન તથા કાર મળી કુલ કિ.રૂ.૭.૩ર લાખના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લીધા હતા.

જ્યારે તપાસમાં અનેક શખ્સોના નામ ખુલ્યા છે. જામનગર એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી દરમિયાન એલસીબી સ્ટાફના કાસમ બ્લોચ, હિતેન્દ્રસિંહ જાડેજા, રૂષિરાજસિંહ વાળાને સટ્ટા મામલે બાતમી મળી હતી.

જેને આધારે પોલીસે જામનગર તાલુકાના બેડ ગામ પાસે આવેલ ટોલનાકા પાસે રેડ પાડી કારમાં આઈપીએલ ક્રિકેટ મેચનો મોબાઈલ ફોનમાં લાઈવ સ્કોર નીહાળી મોબાઈલ ફોનમાં તેમના ગ્રાહકો સાથે વાતચીત કરી સેસન તથા હારજીતનો જુગાર રમી રમાડી સોદા કરતા અસલમ કાસમભાઈ પરમાર ઘાંચી, તોફીક હુસૈનભાઈ પીલુડીયા અને શબ્બીર આબીદભાઈ કાદરી સૈયદને ઝડપી લીધા હતા.

જેના કબજામાંથી પોલીસે છ મોબાઈલ ફોન, કાર મળી કુલ રૂ.૭,૩ર,પ૦૦ના મુદ્દામાલ કબજે કર્યો હતો. વધુ તપાસ કરતા ગ્રાહકોના નામમાં હનીફ મકરાણી, જુદા જુદા ૧૬ મોબાઈલ નંબરવાળા શખ્સોના નામ ખુલ્યા છે જેને પકડી પાડવા પોલીસે કવાયત આદરી રહી છે. આ કાર્યવાહી પીઆઈ વી.એમ. લગારિયાના માર્ગદર્શન મુજબ પીએન મોરી તથા સીએમ કાંટેલિયા તથા એલસીબી સ્ટાફ દ્વારા કરાઈ હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.