મોરબીમાં એક વર્ષથી ગટરના પાણી ઉભરાતા હોવા છતાં તંત્રના આંખ આડા કાન

પ્રતિકાત્મક
મોરબી, મોરબી સામાકાંઠા વિસ્તારમાં આવેલી સરકારે મહેન્દ્રસિંહ આર્યુવેદીક દવાખાના દરવાજા પાસે ગટરો છેલ્લા એકાદ વર્ષથી ઉભરાય છે. છતાં ત્યાંના સ્થાનીક નેતા અને જવાબદાર અધિકારીઓ દ્વારા સફાઈ કરાવવામાં આવી નથી. ત્યારે આ દરમ્યાન આમ આદમી પાર્ટી અને મોરબી જીલ્લા યુવા કોગ્રેસ પ્રમુખ દ્વારા તંત્ર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે.
જેમાં આમ આદમી પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું છેકે, છેલ્લા એકાદ વર્ષથી ઉભરાય છે. છતાં ત્યાંના સ્થાનીક નેતા અને જવાબદારો અધિકારીઓ સફાઈ કરવામાં નિષ્ફળ કેમ છે? દર્દીને જવા માટે ગટરવાળા રસ્તા પર જવું પડે છે. તે હાલાકીનો સામનો કરવો પડે છે. આ હોસ્પિટલમાં જીલ્લા ક્ષય કેન્દ્ર છે. ત્યાં લોકોને ક્ષય કેન્દ્રમાં જવા માટે ફરજીયાત ઉભરાતી ગટરના પાણીમાં જવું પડે છે. આ બાબતે આમ આદમી પાર્ટીના મોરબી જીલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજાને તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે.
પંકજભાઈ આદ્રોજા દ્વારા જણાવવામાં આવ્યું છે. આ તંત્ર જો આ સફાઈ નહી કરાવે અને હોસ્પીટલમાં જવાના રસ્તામાં ગટરોના પાણી હશે તો ઉગ્ર આંદોલન કરશે અને હોસ્પિટલને તાળાબંધી કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
આ સાથે જ મોરબી જીલ્લા યુવા કોગ્રેસ પ્રમુખ અલ્પેશ કોઠીયાએ જણાવ્યું હતું કે, હાલ કેનાલ સર્કલથી લઈ ત્રાજપર ચોકડી સુધી ઉભરાતી ગટરોને લઈને સ્થાનીક દ્વારા અનેક વખત રજુઆત કરવામાં આવી છે. તેમ છતાં કોઈ ઉકેલ આવતો નથી. જો પ દિવસમાં આ સમસ્યાને નિકાલ કરવામાં નહી આવે તો આવનારા દિવસોમાં જનતાને સાથે રાખી ધરણા કરવા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.