Western Times News

Gujarati News

મોરબી હાઇવે પર બસ સાથે અથડાતાં ચાલક યુવકનું મોત

અમદાવાદ,  રાજકોટના મોરબી હાઇવે પર અર્પિત કોલેજ પાસે બાઇકચાલક યુવકની બાઇક આગળની ખાનગી બસ સાથે ધડાકાભેર અથડાતા બાઇકનું આગળનું વ્હીલ બસમાં ઘૂસી ગયું હતું. જેના કારણે આ ગમખ્વાર અકસ્માતમાં ગંભીર ઇજાઓ થવાના કારણે બાઇકચાલક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

અકસ્માતને કારણે હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. રોડની બંને બાજુ વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. પોલીસને બનાવની જાણ થતા જ ત્યાં દોડી આવી હતી અને ટ્રાફિક કલીયર કરાવી યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડ્‌યો હતો. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, મૂળ ઉત્તરપ્રદેશના મથુરાનો વતની હાલમાં રાજકોટ પોપટપરા શેરી નં.૧૫ મા રહેતો હરેન્દ્ર ચરણસિંગ ઠાકુર (ઉ.વ.૨૨) સવારે પોતાનુ બાઇક લઇને મોરબી જતા હતો.

ત્યારે કાગદડી ગામ પાસે રોડનુ કામ ચાલુ હોય તેથી ડાઇવર્ઝન હોવાથી સામેથી આવતી ખાનગી ટ્રાવેલ્સની બસ સાથે અથડાયો હતો. આથી બાઇકનું આગળનું વ્હીલ બસમાં ઘૂસી જતા તે ફંગોળાયો હતો અને ઘટનાસ્થળે જ તેણે દમ તોડી દીધો હતો. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા, તો બસનો ચાલક અકસ્માત બાદ ગભરાઇને પોતાની બસ ત્યાં જ મૂકી નાસી ગયો હતો. બનાવની જાણ થતા કુવાડવા રોડ પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.