મોરબીનો શખ્સ બેંગકોકથી 3.60 કરોડનો ગાંજો લાવી અમદાવાદમાં વેચતો ઝડપાયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/12/Vatva-Police-1024x573.jpg)
વાહન ચેકિંગમાં વટવામાંથી રૂ.૩.૬૦ કરોડના ગાંજા સાથે યુવક ઝડપાયો-પકડાયેલા મોરબીના શખ્સે બેંગકોકથી ગાંજો ખરીદ્યો હતો
અમદાવાદ, શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હતી ત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટ એકશન મોડ પર આવી ગયો હતો અને ઠેર-ઠેર કોÂમ્બંગ હાથ ધરીને ગુનાખોરીને કંટ્રોલમાં કરવા માટેના પ્રયાસ શરૂ કરી દીધા હતા. પોલીસની આ કડક કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા હતા. પરંતુ પોલીસની આ સ્પેશિયલ ડ્રાઈવના કારણે સંખ્યાબંધ યુવાઓનું ભવિષ્ય બગડતું અટકી ગયું છે.
પોલીસ કોમ્બિંગ અને બંદોબસ્તના કારણે ગઈકાલે વટવા પોલીસને એક મોટી સફળતા મળી છે. પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ૩.૬૦ કરોડ રૂપિયાનો હાઈબ્રિડ ગાંજો જપ્ત કર્યો છે. જેને મોરબીનો યુવક બેંગ્કોકથી લાવ્યો હતો. હાલ યુવાઓમાં હાઈબ્રિડ ગાંજાની બોલબાલા જોવા મળી રહી છે. ત્યારે પોલીસ તેમજ એજન્સીઓ ઘણા કેસ કરી રહી છે. જો પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો ના હોત તો કદાચ કરોડો રૂપિયાનો હાઈબ્રિડ ગાંજો મોરબી સુધી પહોંચી ગયો હોત.
અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી બે દિવસ પહેલાં કરોડો રૂપિયાનો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો હતો. કસ્ટમ વિભાગે રવિવારે મોડી રાતે થાઈલેન્ડના નાગરિક એવા પેસેન્જર પાસેથી કરોડ રૂપિયાનો ગાંજો પકડયો હતો.
થાઈલેન્ડના નાગરિકે ચાલાકી વાપરીને પોતાની બેગમાં વેકયુમ પેકિંગ કરીને રાઈસ ક્રિસ્પીઝ સહિતની ફૂડ આઈટમમાં ગાંજો છૂપાવ્યો હતો. આ ઘટના બાદ ગઈકાલે વટવા પોલીસને પણ એક અદ્દભૂત સફળતા મળી છે. વટવા પોલીસે ૩.૬૦ કરોડની કિંમતનો હાઈબ્રિડ ગાંજો જપ્ત કર્યો છે.
ગુનાખોરીને કંટ્રોલ કરવા તેમજ ગેરકાયદે ચીજવસ્તુઓની હેરફેર થતી અટકે તે માટે પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ ઠેર-ઠેર તપાસ કરી રહી છે. ક્રિસમસ નજીક આવી રહી હોવાની દારૂની હેરફેર પણ વધી રહી છે જેના કારણે પોલીસે અમદાવાદમાં એન્ટ્રી થવાના તમામ રસ્તા પર બંદોબસ્ત ગોઠવી દીધો છે અને એક પછી એક ગાડીઓનું ચેકિંગ કરી રહી છે.
પોલીસની કામગીરી ખરેખર વખાણવાલાયક છે કારણ કે, ગઈકાલે સ્થાનિક પોલીસની સતર્કતાના કારણે કરોડો રૂપિયાનો હાઈબ્રિડ ગાંજો જપ્ત કરાયો છે. વટવા પોલીસની ટીમ રોપડા ચેક પોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહીહ તી ત્યારે એક કારમાં બેઠેલા પેસેન્જરનું ચેકિંગ કર્યું હતું. આ પેસેન્જરની બેગ ચેક કરતાં તેની પાસેથી ગાંજા જેવો પદાર્થ મળી આવ્યો હતો.
ત્યારબાદ વટવા પોલીસ પેસેન્જરની અટકાયત કરી તેને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી જ્યાં એફએસએલની ટીમને બોલાવી લીધી હતી. એફએસએલની ટીમે શંકાસ્પદ પદાર્થને ચેક કરતાં તે હાઈબ્રિડ ગાંજો હોવાનું સામે આવ્યું હતું. વટવા પોલીસે તરત જ પેસેન્જરની ધરપકડ કરી તેની પૂછપરછ શરૂ કરી હતી. યુવકનું નામ યોગેશ રતિલાલ દસાડિયા છે અને તે મોરબીનો રહેવાસી છે. યોગેશ બેંગ્કોકથી કરોડો રૂપિયાનો હાઈબ્રિડ ગાંજો લાવ્યો હતો.
યોગેશ ગાંજો લઈને મોરબી જઈ રહ્યો હતો જ્યાં તેની પોલીસે ચેકિંગ દરમિયાન ધરપકડ કરી છે. યોગેશ અવારનવાર બેંગકોક ઐયાશી કરવા માટે જતો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. બેંગ્કોકમાં ખુલ્લેઆમ હાઈબ્રિડ ગાંજો મળતો હોવાથી તેણે મોરબી લાવીને વેચવાનું નક્કી કરી લીધું હતું. બેંગ્કોકમાં ઐયાશી કર્યા બાદ તે હાઈબ્રિડ ગાંજો ખરીદતો હતો અને તે પછી મોરબીમાં વેચતો હતો.