મોરબીમાં સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવ યોજાયોઃ રપ યુગલ લગ્ન ગ્રંથિથી જોડાયા

મોરબી, મોરબીમાં છેલ્લા ૧૪ વર્ષથી સેવાકિય પ્રવૃત્તિ કરનાર વાત્સલ્ય એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વ જ્ઞાતિ સમુહ લગ્ન યોજાયો હતો જેમાં રપ નવદંપતીએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા.
વાત્સલ્ય એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ હિતમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા.ર૩ના શકત શનાળા ખાતે આવેલી ઝાલા રાજપૂત ક્ષત્રિય સમાજ વાડીના પટાંગણમાં નવમાં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કર્યું હતું.
જેમાં રપ યુગલ લગ્ન ગ્રંથીથી જોડાયા હતા. તમામ યુગલોને કરિયાવર સ્વરૂપે દાતાઓના સહયોગથી ૭પથી વધુ ઘરવખરીની સામગ્રીઓ જેવી કે સોનાની ચૂક, રજવાડી સેટ, ચાંદિના સાકળા, કબાટ, સેટી (પેટી પલંગ), ટીપાઈ સહિતની વસ્તુઓ આપવામાં આવી હતી.
આ પ્રસંગના મુખ્ય દાતા તરીકે રૂ.પ,પ,પપપનું દાન સ્વરૂપે કાંતિભાઈ અમૃતિયા (મિશન નવ ભારત ગુજરાત યુવા પ્રમુખ) દ્વારા આપવામાં આવ્યું હતું. વાત્સલ્ય એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા તમામ કન્યાઓને કરિયાવરની સાથે સાથે લગ્ન નોંધણી તેમજ સરકારની સાત ફેરા સમૂહ લગ્ન યોજના અંતર્ગત રૂ.૧ર૦૦૦ અને કુંવરબેનનું મામેરુ અંતર્ગત રૂ.૧ર૦૦૦ મળીને રૂ.ર૪,૦૦૦ની સરકારી સહાય મળી રહે તે હેતુસર સમગ્ર ખાતાકીય કાર્ય પૂર્ણ કરી આપી હતી.