મોરબીઃ સિરિયલ કિલર તાંત્રિક ભુવાની પત્ની અને ભત્રીજાની ધરપકડ
મોરબી, સિરિયલ કિલર તાંત્રિક ભુવાની પત્ની અને ભત્રીજાની ધરપકડ, માનવ કંકાલ મળતા પોલીસની મોટી કાર્યવાહીમોરબી જિલ્લાના વાંકાનેર પાસે જમીનમાં ખાડો ખોદતા માનવ કંકાલ મળવા મામલે પોલીસે કાર્યવાહી કરી છે.
૧૨ હત્યા કરનારા સિરિયલ કિલર ભુવા નવલસિંહની પત્ની સોનલબેન ચાવડા અને ભત્રીજા શક્તિરાજ ભરતભાઈ ચાવડાની પોલીસે ધરપકડ કરી છે.
તાંત્રિક નવલસિંહ ચાવડાએ પ્રેમિકા નગમાની હત્યા કરીને લાશ દાટી દીધી હતી. આરોપી સોનલબેને નવલસિંહની સાથે રહી હત્યાના પુરાવાનો નાશ કર્યાે અને ભત્રીજા શક્તિરાજે મૃતદેહ દાટવા ખાડો ખોદી આપ્યો હોવાનો ખુલાસો થયો હતો. જે બાદ વાંકાનેર પોલીસે કાર્યવાહી કરતા બંને શખ્સોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદમાં સરખેજ પોલીસે પકડેલા સિરિયલ કિલર તાંત્રિક નવલસિંહ ચાવડાએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેણે ૩ વર્ષમાં પરિવારના ૩ સભ્યો સહિત કુલ ૧૨ લોકોની હત્યા કરી છે. સરખેજ પોલીસે આ ૧૨ હત્યાના કેસોમાં સંબંધિત પોલીસ સ્ટેશનોને જાણ કરી તપાસ કરવા કહ્યું છે.
આ ૧૨ હત્યાઓમાં એક હત્યા નગમા નામની યુવતીની પણ કરી હતી. તાંત્રિક નવલે વઢવાણમાં નગમાની હત્યા કરી મૃતદેહના ટુકડા કરીને વાંકાનેરમાં દાટી દીધા હતા. વાંકાનેર પોલીસે નગમામાં મૃતદેહના અવશેષો શોધી કાઢ્યા છે. સરખેજ પોલીસ અને વાંકાનેર પોલીસે નગમાનો મૃતદેહ શોધી કાઢવા વાંકાનેરના ધમલપર ફાટક નજીક ખોદકામ ચાલુ કર્યું હતું.
આ ખોદકામ દરમિયાન નગમાના મૃતદેહના અવશેષો અલગ અલગ મળી આવ્યાં હતા. આ તમામ અવશેષો પ્લાસ્ટિકના અલગ અલગ કોથળામાં પેક કરેલા હતા. મળેલા અવશેષોમાં એક હાથ ગાયબ હતો. આ હાથને શોધવા પોલીસ કામે લાગી છે.
તાંત્રિક નવલે અને તેના મળતિયાઓએ ભેગા મળીને વઢવાણમાં રેહતી નગમા નામની મહિલાની હત્યા કરી હતી. આરોપીઓએ નગમાના મૃતદેહના ટુકડા કરીને વાંકાનેરમાં નાખી દીધા હતા. તાંત્રિક નવલે કરેલી આ કબૂલાતના આધારે સરખેજ પોલીસે વઢવાણ પોલીસ અને વાંકાનેર પોલીસને તપાસ કરવા પત્ર લખી જાણ કરી હતી.
પરંતુ હદની બાબતને લઈને વઢવાણ પોલીસ અને વાંકાનેર પોલીસ સરખેજ પોલીસની મદદ ન કરી હોવાનું સામે આવ્યું હતું. નગમાનો મૃતદેહ શોધવા માટે વઢવાણ પોલીસ અને વાંકાનેર પોલીસે હદનો વિવાદ ઊભો કર્યાે હતો. આખરે સરખેજ પોલીસ ખુદ વાંકાનેર પહોંચતા વાંકાનેર પોલીસ પણ નગમાનો મૃતદેહ શોધવા તપાસમાં જોડાઈ હતી.SS1MS