મોરબીઃ બાળકીએ આંખો ખોલી અને બીજી ક્ષણે જ જીવ ગુમાવ્યો

મોરબી, ગુજરાતમાં રવિવારે ગોઝારી દુર્ઘટનામાં મચ્છુ નદી ઉપરનો ઝુલતો પુલ વચ્ચેથી તૂટતી પડ્યો છે. જેના કારણે પુલ પર મઝા માણી રહેલા લોકો મચ્છુ નદીના પાણીમાં ખાબકતા ૧૩૦થી વધુ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ સાથે ૫૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત છે.
મોરબી પુલ દુર્ઘટના અંગે ફરિયાદ નોંધવામાં આવી છે. મોરબીની ઝૂલતા બ્રિજ દુર્ઘટનામાં ગુનેગારો વિરુદ્ધમાં IPC કલમ ૩૦૪, ૩૦૮, ૧૧૪ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તો બીજી બાજુ અનેક એવા સામાન્ય લોકોએ અસામાન્ય કામ કરીને રાહત કામમાં યોગદાન આપ્યું છે. જેમાંથી એક વ્યક્તિએ કહ્યુ કે, મારી સામે જ એક બાળકીએ આંખો ખોલી અને એક ક્ષણમાં જ તેનો જીવ જતો રહ્યો.
પ્રત્યક્ષદર્શી ચા વેચનારાના જણાવ્યા પ્રમાણે, તેણે આખી રાત બચાવ કાર્યમાં મદદ કરી અને મફતમાં ચાનું વેચાણ પણ કર્યું. તેણે અનેક બાળકોના મૃતદેહ નદીમાંથી બહાર કાઢ્યા. તેમાંથી એક બાળકીની છાતીમાં પાણી ભરાઇ ગયું હતુ. તેણે છાતીમાંથી પાણી કાઢ્યું ત્યારે બાળકીએ આંખો પણ ખોલી. જે બાદ તરત જ તેણે દેહ છોડી દીધો.
આ યુવાને પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, તે બાળકીનો જીવ જતા જાેઇને મને મનમાં ઘણું દુખ થયુ. અન્ય એક મહિલા પ્રત્યક્ષદર્શીના જણાવ્યું કે, આ દુર્ઘટના અંગે બોલવા માટે મારી પાસે શબ્દો નથી.
જે કોવિડમાં થયું તેના કરતા પણ વધુ ભયાનક દુર્ઘટના ઘટી છે. આનાથી મને ઘણું જ દુખ થયું છે. મેં માનવ સેવા કરી અને સવાર ક્યારે પડી તેની પણ મને જાણ નથી. મારી બે ગાડી લોકોના મૃતદેહને લઇ જવા માટે આપી દીધી હતી. હાલ મારી ગાડીઓ કોની પાસે છે અને ક્યાં છે તેની પણ મને જાણ નથી.
મોરબીમાં ગોજારી મચ્છુ જળ હોનારત જાેઈ નહોતી એવા સેંકડો લોકો પણ ઝુલતા પુલની દુર્ઘટના જાેઈએ ફફડી ઉઠયા હતા. આ ઝુલતો પુલ તૂટયાની ખબર પડતાં જ મોટી સંખ્યામાં સેવાભાવી લોકો મદદ માટે પહોંચી ગયા હતા.
મોરબીમાં રવિવારે સાંજે ૬ વાગ્યાની આસપાસ ઝુલતો પુલ તૂટયાની દુર્ઘટના સર્જાતા જ સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ થયા હતા. જે સાથે જ રાજકીય અને સામાજિક આગેવાનોએ પણ ‘જેમને તરતા આવડતું હોય એવા લોકો તાત્કાલિક ઝુલતા પુલે પહોંચો, જેથી લોકોની જિંદગી બચાવી શકાય..’ એવી અપીલ ચાલુ થઈ હતી. જેના કારણે સેંકડો લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા.SS1MS