કોંગ્રેસનો આક્ષેપ: સરકારને બચાવી ઓરેવાને ફસાવવાનું ષડયંત્ર
તંત્રની બેદરકારીના કારણે બ્રિજ તૂટ્યો છે અધિકારીઓએ તપાસ ન કરતા બેદરકારી થઈ છે
અમદાવાદ, મોરબીમાં પુલ તૂટી પડવાની દુર્ઘટના બાદ કોંગ્રેસ ઓરેવા કંપનીના સમર્થનમાં કોંગ્રેસ આવી છે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ લલિત કગથરાએ ઓરેવાનો બચાવ કર્યો.
કગથરાએ તંત્ર પર પ્રહાર કરતા કહ્યું કે, સરકારને બચાવી ઓરેવાને ફસાવવાનું ષડયંત્ર છે. ઓરેવાના માલિકોને હું વર્ષોથી ઓળખું છે. ઓરેવા પ્રજાને દાન આપનાર ગ્રુપ છે. તંત્રની બેદરકારીના કારણે આ બ્રિજ તૂટ્યો છે. અધિકારીઓએ તપાસ ન કરતા આ દુર્ઘટના બની છે.
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ લલીત કગથરા ઓરેવાના બચાવમાં આવ્યા હતા. તેમણે ઓરેવા કંપનીના એમડી જયસુખ પટેલનો કોઈ વાંક ના હોવાનુ નિવેદન આપ્યું છે. ઓરેવા કંપનીના બચાવમાં મોરબીના ધારાસભ્ય લલિત કગથરાએ કહ્યું કે, સરકારને બચાવી ઓરેવાને ફસાવવાનું ષડયંત્ર છે.
ઓરેવાના માલિકોને વર્ષોથી ઓળખુ છે. ઓરેવા ગ્રુપ પ્રજાને દાન આપનાર ગ્રુપ છે. જયસુખ પટેલને લોકો પાસેથી ટિકિટના પૈસાની કોઈ જરૂર નથી. ધરોહરને બચાવવા જયસુખ પટેલે ૮ કરોડનું દાન આપ્યુ હતું. ઝૂલતો બ્રિજ ચાલુ થાય તે જયસુખ પટેલની લાગણી હતી. તંત્રની બેદરકારીના કારણે બ્રિજ તૂટ્યો છે. અધિકારીઓએ તપાસ ન કરતા બેદરકારી થઈ છે.
ઝૂલતો પુલ ધરાશાયી થતા સર્જાયેલી હોનારત બાદ કોંગ્રેસના નેતાઓ મોરબી પહોંચ્યા. રાજસ્થાના મુખ્યમંત્રી અશોક ગેહલોત, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ મોરબી પહોંચ્યા અને ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી. ઘટના પર દુઃખ વ્યક્ત કરતા અશોક ગેહલોતે કહ્યું કે, જવાબદારો સામે કાર્યવાહી થવી જાેઈએ.
મહત્વનું છે કે,મોરબીની દુર્ઘટના બાદ કોંગ્રેસે પરિવર્તન સંકલ્પ યાત્રા આજ પુરતી સ્થગિત કરી છે. અશોક ગેહલોતે કહ્યું કે, આખો દેશ આ દુર્ઘટના જાેઈને દુઃખી છે. ભગવાન મૃતકોના પરિજનોને હિંમત આપે. સરકારે આ ઘટનાને ગંભીરતાથી લેવી જાેઈએ. ૩ મહિનામાં કમિટીનો રિપોર્ટ આવે, જવાબદાર સામે કાર્યવાહી થાય.