એક્સાઈઝ નીતિ કેસમાં હજુ વધુ ધરપકડો થશે : સુકેશ
નવી દિલ્હી, મની લોન્ડ્રિંગ કેસમાં તિહારમાં જેલમાં બંધ મહાઠગ સુકેશ ચંદ્રશેખરને આજે દિલ્હીની કોર્ટમાં હાજર કરાયો હતો. આ દરમિયાન જ્યારે પત્રકારોએ સુકેશને પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ અંગે સવાલ કરાયો તો તેણે મોટું નિવેદન આપ્યું હતું. સુકેશ ચંદ્રશેખરે કહ્યું કે, સત્યની જીત થઈ છે, હવે અરવિંદ કેજરીવાલનો વારો છે. સુકેશે એક્સાઈઝ નીતિ અંગે ઘટસ્ફોટ કરતા કહ્યું કે, એક્સાઈઝ નીતિ કેસમાં હજુ વધુ ધરપકડો થશે અને આગામી ધરપકડ અરવિંદ કેજરીવાલની થશે.
પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર થયેલા મહાઠગ સુકેશ ચંદ્રશેખરે દાવો કર્યો હતો કે, એક્સાઈઝ નીતિ કૌભાંડમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ થશે. સુકેશે કહ્યું કે, કેજરીવાલ વઝીર છે, હું તમામનો પર્દાફાશ કરીશ. આ કેસમાં વધુ ધરપકડો થશે. કેજરીવાલ પોતાનું કામ સારી રીતે નિભાવી રહ્યા છે. દારૂની નીતિ સાથે મારે કોઈ લેવાદેવા નથી.
છેતરપિંડીના કેસમાં મંડોલી જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરે ફરી એકવાર દિલ્હીના મુખ્યમંત્રી પર સ્ટેશનરી કૌભાંડનો આરોપ લગાવતો પત્ર લખ્યો છે. સુકેશે પોતાના વકીલ દ્વારા મીડિયાને મોકલેલા પત્રમાં કેજરીવાલ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. સુકેશે અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન પર ગરીબ બાળકોના શિક્ષણમાં કૌભાંડનો ગંભીર આરોપ લગાવ્યો છે. સુકેશે દાવો કર્યો છે કે, બાળકોને ટેબલેટના વિતરણ માટે જે ડ્રાફ્ટ તૈયાર કરાયો છે, તેનું ટેન્ડર ૨૦ ટકાથી વધુમાં આપવાની લાલચમાં અન્ય કંપનીને અપાયું હતું. SS2.PG