વધુ સારા બોલિંગ વિકલ્પો માટે વધુ બેટિંગ ઓલરાઉન્ડરની જરૂર
નવી દિલ્હી, ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા સમજે છે કે જ્યારે બોલ બેટ્સમેનોને સોંપવામાં આવે છે ત્યારે તેઓ દરેક વખતે સફળ થતા નથી. પરંતુ તે વધુ સારા બોલિંગ વિકલ્પો માટે ટીમમાં વધુ બેટિંગ ઓલરાઉન્ડર લેવા માંગે છે. સૂર્યકુમાર યાદવે ૫૧ બોલમાં અણનમ ૧૧૧ રન બનાવ્યા બાદ ઓલરાઉન્ડર દીપક હૂડાએ તેની ઓફ-સ્પિન બોલિંગ વડે ૪ વિકેટ લીધી, ભારતે બીજી ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં ન્યૂઝીલેન્ડને ૬૫ રનથી હરાવ્યું હતું. હુડ્ડા પણ નીચલા ક્રમમાં આક્રમક બેટિંગ કરતો નજર આવ્યો હતો.
આ જીત સાથે ભારતે ૩ મેચની શ્રેણીમાં ૧-૦ની સરસાઈ મેળવી લીધી છે. છેલ્લી મેચ ૨૨ નવેમ્બરે રમાવાની છે. મેચ બાદ હાર્દિક પંડ્યાએ કહ્યું કે, આનાથી વધુ સારું પરિણામ ન હોઈ શકે. બધાએ યોગદાન આપ્યું છે, પરંતુ ચોક્કસપણે સૂર્યા તરફથી મળેલી ઇનિંગ ખાસ હતી. અમે ૧૭૦-૧૭૫ના સ્કોર સાથે પણ ખુશ હોત. તેણે કહ્યું કે બોલરોએ સારું પ્રદર્શન કર્યું અને તે માનસિકતામાં આક્રમક હોવાની વાત હતી. તેનો અર્થ એ નથી કે દરેક બોલ સાથે વિકેટ લેવી પરંતુ બોલ સાથે આક્રમક બનવું મહત્ત્વપૂર્ણ છે.
હાર્દિક પંડ્યાએ કહ્યું કે મેદાન ખૂબ જ ભીનું હતું, તેથી તેનો શ્રેય બોલરોને જાય છે. મેં ઘણી બોલિંગ કરી છે. ભવિષ્યમાં હું બોલિંગના વધું વિકલ્પો જાેવા માંગુ છું. એવું નથી કે તે હંમેશા કામ કરશે, પરંતુ હું ઈચ્છું છું કે વધુ બેટ્સમેન બોલ સાથે યોગદાન આપે. અનિલ કુંબલે અને માઈકલ વોન જેવા ભૂતપૂર્વ ખેલાડીઓએ ટી-૨૦ વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ ભારતીય ટીમમાં બોલિંગના વિકલ્પોના અભાવ તરફ ધ્યાન દોર્યું હતું અને ટીમમાં વધુ બેટિંગ ઓલરાઉન્ડરોને સામેલ કરવાની હિમાયત કરી હતી.
રોહિત શર્માની ગેરહાજરીમાં ટીમની કમાન સંભાળી રહેલા પંડ્યાએ કહ્યું કે, કેપ્ટન તરીકે તેનું કામ ટીમને ડ્રેસિંગ રૂમમાં યોગ્ય વાતાવરણ આપવાનું છે. તેણે કહ્યું કે હું તેની પાસેથી પ્રોફેશનલ બનવાની અપેક્ષા રાખું છું, જે તે છે. તેમને તમારી રમતનો આનંદ માણવાની તક આપવી જાેઇએ. તે એક એવું વાતાવરણ બનાવવા વિશે છે જ્યાં તેઓ બધા ખુશ જગ્યાએ હોય. પંડ્યાએ કહ્યું કે હું આ ટીમમાં ઘણી વખત જાેઉં છું કે તમામ ખેલાડીઓ એકબીજાની સફળતાથી ખુશ છે અને આ મહત્વપૂર્ણ બાબત છે.
ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને સ્વીકાર્યું કે તે તેની ટીમનો શ્રેષ્ઠ પ્રયાસ નહોતો. તેણે કહ્યું કે સૂર્યકુમારની ધમાકેદાર ઇનિંગ્સે તેમની રમત પર પાણી ફેરવી નાંખ્યું. તેણે કહ્યું કે સૂર્યાની ઈનિંગ્સ અનોખી હતી. મેં અત્યાર સુધી જાેયેલી શ્રેષ્ઠ ઇનિંગ્સમાંની એક. મેં આમાંના કેટલાક શોટ્સ પહેલાં ક્યારેય જાેયા નથી. તે તેજસ્વી ખેલાડી છે. વિલિયમસને કહ્યું કે અમે અપેક્ષા મુજબ રમી શક્યા નથી.