બોગસ લાઈસન્સ પર જમ્મુથી હથિયારો લાવી વેચવાના ષડયંત્રમાં વધુ ખુલાસા
પ્રતીક ચૌધરીના ઈડરના ઘરેથી વધુ અઢી લાખના હથિયાર મળ્યા
(એજન્સી)અમદાવાદ, અમદાવાદની સોલા પોલીસે આસામ રાઈફલના નિવૃત્ત જવાન પ્રતીક ચૌધરીને હથીયાર સાથે ઝડપીનેે તપાસ કરતા હથીયારના બનાવટી લાઈસન્સના દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ થયોો હતો.
જે કેસમાં આરોપી પ્રતીક કે જે જમ્મુથી હથીયારો લાવી ડુપ્લીકેટ લાઈસન્સ પર ગુજરાતભરમાં વેચતો હતો તે જ પ્રતીક સામે વધુ એક ફરીયાદ નોધાઈ છે. ઈડર પોલીસે આ મામલે તેની સામે થોડા દિવસ પહેલાં ગુનો નોધી હથીયારો કબજે કર્યા હતા.
ત્યારે આરોપીના ઘરમાંથી વળી આવેલા હથીયારો કોને આપવા માટે લવાયા હતા. તેની પણ તપાસ કરાઈ હતી. સાથે જ કેસમાં પોલીસે જમ્મુ ખાતે જઈને તપાસ કરતા ત્રણ શંકાસ્પદોને પણ અટકાયત કરી હોવાનું ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું છે.
સોલા પોલીસ થોડા દિવસો પહેલા બાતમીના આધારે પ્રતીક ચૌધરીની બનાવટી ડોકયુમેન્ટ પર હથીયારો ખરીદી ગ્રાહકો શોધીને તેઓને વેચવાના ગુનામાં ધરપકડ કરી હતી. જે ગુનામાં બે એજન્ટ અને ગ્રાહકો સહીીત નવ લોકોની ધરપકડ કરાઈ હતી. ત્યારે આ કેસમાં આરોપી પ્રતીક રિમાન્ડ પર છે.
ત્યારે તેની પુછપરછ દરમ્યાન અનેક ખુલાસા થયા છે. સાથે જ આરોપી પ્રતીકના ઘરમાં વધુ હથીયાર હોવાનું સોલા પોલીીસની તપાસમાં સામે આવતા પોલીસે તેના વતનની ઈડર પોલીસને આ અંગે જાણ કરી હતી. જેમાં ઈડર પોલીસે આરોપી પ્રતીકના મેસણ ગામમાં તપાસકરતા પ્રતીકના પત્ની ભારતીબેન હાજર મળી આવ્યા હતા.
બાદમાં પોલીસે પ્રતીકના ઘરમાં સર્ચ કરતા બેડરૂમમાં છાજલી પર સંતાડેલા હથીયારો મળી આવ્યા હતા. જજેથી આરોપી પ્રતીક સામે ઈડર પોલીસે ગુનો નોધ્યો હતો. સાથે જ પોલીસે બે નાળી બારોબાર, ત્રણ રીવોલ્વર મળી અઢી લાખના હથીયારો કબજે કર્યા હતા. ત્યારે આગામી દિવસમાં આરોપી પ્રતીક આ હથીયાર કોને આપવા માટે લાવ્યો હતો અને કોની સાથે ડીલ થઈ હતી તે બાબતે પોલીસ વધુ તપાસ વધુ પુછપરછ હાથ ધરશે.
આ કેસમાં સોલા પોલીસની એક ટીમ જમ્મુ ખાતે પણ રવાના થઈ હતી. અને ત્યાં તપાસ કરતા ત્રણ શંકાસ્પદોની અટકાયતો કરીટીમ ટુંક સમયમાં અમદાવાદ પરત ફરશે. ત્યારે શંકાસ્પદ વ્યકિતઓનો આ ગુનામાં શું રોલ છે તે તમામ બાબતો પર હવે તપાસ કરાશે અને આગામી દિવસમાં વધુ નવા ખુલાસા થાય તેવી શકયતા છે.