વડોદરામાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય મેરેથોનમાં 1 લાખથી વધુ દોડવીરોએ ભાગ લીધો
ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ વડોદરા મેરેથોનનો પ્રારંભ કરાવ્યો
(માહિતી) વડોદરા, વડોદરા મેરેથોનમાં સહભાગી થયેલા શહેરીજનોનો ઉત્સાહ વધારતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રવિવારની વહેલી સવારે વડોદરા મેરેથોનની અગિયારમી કડીનો પ્રારંભ કરાવ્યો હતો.સ્વાસ્થ્ય માટે વડોદરાના શહેરીજનોની આ મેરેથોનમાં ઉત્સાહપૂર્ણ ભાગીદારી નિહાળીને ગૃહ રાજ્ય મંત્રી અભિભૂત થયા હતા. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વડોદરા મેરેથોનને ફ્લેગ ઓફ કરાવ્યું હતું.
આ આંતરરાષ્ટ્રીય મેરેથોન દોડમાં વડોદરામાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ૧.૩૪ લાખથી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો. જેમાં વિશ્વના દેશોમાં આશરે ૪૦ એથ્લેટ્સ મેરેથોનમાં ભાગ લીધો હતો. અહીં ૧૨ હજારથી વધુ ટાઈમ રનર્સ દ્વારા તાડાસન કરી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો હતો. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વડોદરાને ડ્રગ્સમુક્ત અને સ્વચ્છતાયુક્ત બનાવવા માટે સૌ યુવાનો અને શહેરીજનોને સંકલ્પબદ્ધ થવા હાકલ કરી હતી.
શહેરને સાફ સુથરૂ રાખવા એક જાગૃત નાગરિક તરીકે આપને સૌ કચરો આમતેમ ફેંકશું નહી, ત્યારે શહેરને રાત દિવસ મહેનત કરી ચોખ્ખું રાખતા સફાઈ સેવકોને રાહત મળશે. ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું કે વડોદરા શહેરે આજે એક ઇતિહાસ રચ્યો છે. ગુજરાતના ખૂણે ખૂણે દરરોજ એક નવા વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત થઈ રહ્યા છે.વર્ષ ૨૦૨૪ના પ્રારભે સૂર્ય નમસ્કાર અને આજે વડોદરમાં ૧.૩૪ લાખથી વધારે વડોદરાવાસીઓ એક સાથે મળીને આટલી ઠંડીમાં જાગીને વડોદરાના ખૂણે ખૂણેથી આવી દોડવાની શરૂઆત કરી છે. તેમણે વડોદરાવાસીઓને અભિનંદન આપ્યા હતા.
તેમણે કહ્યું કે, વડોદરાના શહેરીજનોનો મેરેથોન પ્રત્યેનો ઉત્સાહ અદમ્ય છે. જે વાત જ નાગરિકોની પોતાના સ્વાસ્થ્ય અને તંદુરસ્તી પ્રત્યેની ખેવના દર્શાવે છે. આ મેરેથોન ગુજરાતની સૌથી મોટી હેરિટેજ મેરેથોન છે અને તેમાં પ્લેજ રનર (સંકલ્પ દોડવીરો) પણ જોડાયા હતા. તેઓ વિવિધ સામાજિક કાર્યોના સંદેશ સાથે ચેરિટી માટે દોડ્યા હતા. આ મેરેથોન ‘સસ્ટેનેબિલિટી’ની થીમ સાથે યોજાઈ હતી.
આ મેરેથોનમાં ફૂલ મેરેથોન, હાફ મેરેથોન, ૧૦ કિમી, ૫ કિમી ટાઈમ રન દોડમાં ૧.૩૪ લાખથી વધુ રનર્સે ભાગ લીધો હતો. આ રનર્સ શહેરના વિવિધ જૂની અને જાણીતી હેરિટેજ ઇમારતો પાસેથી પસાર થતાં રૂટ પર આ દોડ યોજાઈ હતી. બેંડની સુરાવલી વચ્ચે મેરેથોન પ્રારંભ થતાંથી સાથે જ મુખ્ય મંચ સામેથી પસાર થઇ રહેલા રમતવીરોએ હર્ષનાદ સાથે ગૃહ મંત્રીનું સ્વાગત કર્યું હતું. ગૃહ મંત્રીએ આ દોડવીરોનું ભાવપૂર્વક અભિવાન ઝીલ્યું હતું.