રાજસ્થાન અને ગુજરાતના ૧૦૦થી વધુ તબીબોએ ગેસ્ટ્રોકોન- ર૦રપ ભાગ લીધો

પાલનપુરમાં એડવાન્સ ગેસ્ટ્રોકોન- ર૦રપનું ભવ્ય આયોજન કરાયું
પાલનપુર, પાલનપુરના પેટ, લીવર અને આંતરડાના રોગોના નિષ્ણાંત સ્પેશિયાલિસ્ટ ડો. એકાંત સુરેન્દ્ર ગુપ્તા દ્વારા તાજેતરમાં માઉન્ટ આબુ ખાતે “એડવાન્સ ગેસ્ટ્રોકોન-ર૦રપ”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
છેલ્લા પાંચ વર્ષથી ખંત અને ઉત્સાહ સાથે મોર્ડન અને એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરી પાચનતંત્ર અને લીવરના વિશેષજ્ઞ તરીકે બનાસકાંઠા જિલ્લા અને દક્ષિણ રાજસ્થાનમાં ડો. એકાંત ગુપ્તાએ ખુબજ પ્રસિદ્ધિ મેળવી છે.
આ કોન્ફરન્સમાં રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના ૧૦૦થી વધુ તબીબોએ ભાગ લીધો હતો અને પાચનતંત્રના રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાના વિશેષજ્ઞો ડો. મલય શર્મા (મેરઠ), ડો. નિલય મહેતા (ઝાયડસ- અમદાવાદ), ડો. સંજય રાજપૂત (અમદાવાદ) તથા અન્ય વિશેષજ્ઞોએ પોતાના સ્પેશ્યલ પ્રેઝન્ટેશન સાથે અભુતપૂર્વ પ્રસ્તુત કરી એડવાન્સ ટેકનોલોજી તથા નિદાન પધ્ધતિથી માહિતગાર કર્યા હતા.
આ કોન્ફરન્સને સફળ આયોજન બનાસકાંઠાના સેવાભાવી તબીબ ડો. સુરેન્દ્ર ગુપ્તા અને તેમના તબીબ પુત્ર ડો. એકાંત ગુપ્તા, એડવાન્સ ડસ્ટ્રો એન્ડ લીવર કેરના ડાયરેકટર ભૂમિ ગુપ્તા સહિત નિર્દોષ ગુપ્તા દ્વારા કરવામાં આવ્યું હતું.
જેમાં ઉપસ્થિત તમામ ડોકટર ડેલિગેટસ મિત્રોએ આ કોન્ફરન્સ બાબતે વિશેષ પ્રશંસા કરી હતી. આ કોન્ફરન્સના સફળ આયોજનમાં ડો. હેમેન્દ્ર જોશી, નયન ચત્રારિયા સહિત સતિષ ગુપ્તા, જયંતભાઈ પટેલ, ડો. હેમેન્દ્ર જોશી, મગનભાઈ ઠાકોરનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો.