બુર્કીના ફાસોમાં ‘જેહાદી’ હુમલો, ૧૦૦થી વધુ વ્યક્તિઓનાં મોત

મીલીટરી જુન્ટાનાં શાસનમાં રહેલી આશરે ૨ કરોડ ૨૩ લાખની વસ્તી અસામાન્ય, અસલામતીમાં જીવે છેઃ આવું અનેક દેશોમાં છે
બામાકો/કવાગાડૌગોઉ, વિશ્વના વિવિધ દેશોમાં સતત આતંકી ઘટનાઓ સામે આવી રહી છે. હવે ઉત્તરી બુર્કિના ફાસોમાં મોટો આતંકી હુમલો થયો છે જેમાં ૧૦૦થી વધુ લોકોના મોત થવાની સંભાવના છે. More Than 100 Killed in Jihadi Attack in Northern Burkina Faso
સહાયતા કર્મી અને સ્થાનિકો દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, માર્યા ગયેલા લોકોમાં મોટાભાગના સૈનિકો હતા. જિહાદી ગ્›પે એક સૈન્ય અડ્ડા અને લાંબા સમયથી ઘેરાયેલા રણનીતિક શહેર જીબો સહિત કેટલીક જગ્યાને નિશાન બનાવી હતી.
દેશનાં જીબો શહેર ઉપર તો આતંકીઓએ તો ઘણાંએ મહિનાઓથી ગજબનો સખત ઘેરો નાંખ્યો છે.મૂળ ળાંસના તાબામાં રહેલા તમામ સહરત સ્ટેટસમાં તેમજ સબ-સહરત સ્ટેટસમાં રોજેરોજ સૂરજ રક્ત-રંજિત જ ઊગે છે.બપોરે આગ ઝરતી ગરમી અને મોડી રાતો ટાઢીબોળ તે સહરન અને સબ સહરન સ્ટેટસની સહજ સ્થિતિ છે. વર્ષા ઋતુ જેવું કશું હોતું જ નથી.
કોઈ કોઈ વાર માત્ર કોઈ કોઈમાં જ કન્ડકશન કરંટનો વરસાદ પડી જાય છે.બુર્કીના ફાસોમાં વિવિધ જાતિઓ વસે છે. આરબ અને હબસીઓની મિશ્ર પ્રજા તુરેઘનું ભાની હબસી પ્રજા ઉપર કઠોર વલણ છે. તેથી ત્યાં જાતિવાદી સંઘર્ષ સહજ છે.એક વિદ્યાર્થીએ કહ્યું હતું કે તેના પિતાની જેહાદીઓએ હત્યા કરી હતી.હુમલો અમે કર્યાે છે, તેમ વટ મારતાં અલ કાયદાની શાખા સમાન હોવાનું પણ જાણવા મળ્યું છે.
તેઓ ઔષધો અને ખાધા ખોરાકી પહોંચાડનાર જૂથ ઉપર પણ હુમલા કરી રહ્યાં છે.એક સહાય કાર્યકર ચાર્વીવેએ કહ્યું હતું કે આ હુમલો એટલો અત્યંત અને જબરજસ્ત હતો કે તેના સૈનિકો સહિત ૧૦૦થી વધુ લોકોના મોત થયાં હતા. અત્યારે દેશ પર મિલીટરી જુન્ટાનું શાસન છે. પરંતુ ઉત્તરનો વિસ્તારતો જેહાદીઓના હાથમાં છે.
તેમણે ત્યાં રાજ્ય જ સ્થાપી દીધું છે. તેનો ઉત્તરના શહેર જીબો પરનો ઘેરો મહિનાઓથી હઠાવી શકાયો નથી, તે આ જેહાદી જૂથની તાકાત દર્શાવે છે. તેમને શસ્ત્રો અને નાણાં કોણ આપે છે તે જાણી શકાતું નથી.