બંગાળમાં ઈફતાર કર્યા પછી ૧૦૦થી વધુ લોકો બીમાર થયા
કોલકતા, પશ્ચિમ બંગાળના દક્ષિણ ૨૪ પરગનાની એક મસ્જિદમાં રમઝાનની નમાઝ પછી ઈફતાર કર્યા પછી ૧૦૦થી વધુ લોકો બીમાર પડ્યા હતા. લોકોને કોલકાતાની વિવિધ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લોકોની સ્થિતિ હાલ ગંભીર છે. આ ઘટના પખિરાલય ગામમાં બની હતી.
લોકોની સારવાર કરી રહેલા ડોક્ટરોએ જણાવ્યું કે તેમની સ્થિત હાલ ફૂડ પોઈઝનિંગના કારણે બગડી છે. ડો.હોરી સાધન મંડલે કહ્યું કે ગત રાતે, કેટલાક બીમાર લોકો ઉલ્ટી અને પેટ બગડી ગયું હોવાની ફરિયાદ સાથે મારા નર્સિંગ હોમમાં આવ્યા હતા.
આ ઘટના ફૂડ પોઈઝનિંગના કારણે બની હોય તેવું લાગી રહ્યું છે. આ સિવાય બીમાર પડેલી એક મહિલાએ નરેન્દ્રપુર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે.HS1MS