વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળેલી ૧૨૦૦થી વધુ ભેટની હરાજી કરાશે
નવીદિલ્હી, ખેલાડીઓ અને રાજનેતાઓ સહિત વિવિધ ક્ષેત્રના લોકો પાસેથી પ્રધાનમંત્રીને ભેટમાં મળેલી ૧૨૦૦થી વધુ વસ્તુઓની ૧૭ સપ્ટેમ્બરે હરાજી થવાની છે. આ હરાજીમાં મળનાર રકમ નમાની ગંગા મિશનમાં આપવામાં આવશે.
રાષ્ટ્રીય આધુનિક કલા સંગ્રહાલયના મહાનિર્દેશક અદ્રૈત ગડનાયકે કહ્યુ કે હરાજી વેબ પોર્ટલ દ્વારા કરવામાં આવશે અને તે બે ઓક્ટોબરે પૂર્ણ થશે. આ સંગ્રાહલયમાં ગિફ્ટને રાખવામાં આવી છે.
ગડનાયકે કહ્યુ કે સામાન્ય વ્યક્તિથી લઈને, ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને ધરોહરનું પ્રતિનિધિત્વ કરનાર વિવિધ ગણમાન્ય લોકો દ્વારા ભેટ કરવામાં આવેલી વસ્તુ સહિત અન્ય ગિફ્ટની હરાજી કરવામાં આવશે. આ વસ્તુની કિંમત ૧૦૦ રૂપિયાથી લઈને ૧૦ લાખ રૂપિયાની શ્રેણીમાં રાખવામાં આવી છે.
ભેટની યાદીમાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા ભેટ આપવામાં આવેલી રાણી કમલાપતિની પ્રતિમા, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા ભેટ કરવામાં આવેલી એક હનુમાન મૂર્તિ અને એક સૂર્ય પેન્ટિંગ તથા હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવેલ એક ત્રિશૂલ સામેલ છે. તેમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અજીત પવાર દ્વારા ભેટમાં આપવામાં આવેલી દેવી મહાલક્ષ્મીની મૂર્તિ અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી દ્વારા ભેટ આપવામાં આવેલી ભગવાન વેંકટેશ્વરની કલાકૃતિ પણ સામેલ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટની હરાજીની આ ચોથી સીઝન છે. સંગ્રાહલયના ડાયરેક્ટર તેમસુનારો જમીરે કહ્યુ કે મેડલ વિજેતા ખેલાડીઓના હસ્તાક્ષરવાળી ટી-શર્ટ, બોક્સિંગના ગ્લવ્સ અને ભાલા સહિત રમતોની વસ્તુઓનો એક વિશેષ સંગ્રહ છે.
જમીરે કહ્યુ કે ભેટમાં પેન્ટિંગ, મૂર્તિઓ, હસ્તકળા અને લોક કલાકૃતિઓ પણ સામેલ છે. તેમણે કહ્યું કે અન્ય વસ્તુઓમાં અયોધ્યામાં બની રહેલા રામ મંદિર અને કાશી વિશ્વનાથ મંદિરની પ્રતિકૃતિઓ તથા મોડલ સામેલ છે.HS1MS