અમદાવાદમાં એક મહિનામાં હાર્ટએટેકના 1900થી વધુ કેસ
અમદાવાદ, શહેર સહિત રાજ્યભરમાં વધી રહેલી હાર્ટ એટેકની ઘટનાઓ આરોગ્ય તંત્ર માટે ચિંતાનો વિષય બન્યા છે. અમદાવાદની વાત કરવામાં આવે તો શહેરમાં કાર્ડિયાક ઈમરજન્સી ઘટનાઓમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. તેમાંય નાની વયે હાર્ટ એટેકના પ્રમાણમાં પણ ચિંતાજનક વધારો થયો છે.
ગત સપ્ટેમ્બર માસમાં જ કાર્ડિયાક ઈમરજન્સી ઘટનાઓના ૧૯૦૦થી વધુ કોલ્સ ૧૦૮ ઈમરજન્સીમાં નોંધાયા હોવાનું સામે આવ્યું છે.
જે મુજબ સરેરાશ જાેવા જઈએ તો સપ્ટેમબર માસમાં રોજના ૬૦ જેટલા કોલ્સ ૧૦૮ ઈમરજન્સીમાં કાર્ડિયાક ઈમરજન્સીમાં નોંધાયા હોવાનું જાેવા મળી રહ્યું છે. દિન પ્રતિદિન હાર્ટ એટકેની ઘટનાઓને પગલે ૧૦૮ ઈમસર્જન્સી સર્વિસમાં કાર્ડયાક ઈમરજન્સી કોલ્સમાં વધારો નોંધાયો છે.
ઊંચુ લોહીનું દબાણ વિશે જાણો.. કાળજી લો..
નિયમિત તબીબી તપાસ કરાવો,
વજનને નિયંત્રણમાં રાખો,
તમાકુ-દારુની આદત છોડો,
ખોરાકમાં મીઠાનું પ્રમાણ ઘટાડો,
નિયમિત કસરત/યોગા કરો,
તણાવ નિયંત્રણમાં રાખો,
ફળ-શાકભાજીનો વધું ઉપયોગ કરો,
હાઇબ્લડ પ્રેશર સાયલન્ટ કીલર કહેવાય છે.. તબીબી સલાહને અનુસરો pic.twitter.com/VupE7A3xfS— GujHFWDept (@GujHFWDept) October 11, 2023
ગત સપ્ટેમ્બર માસમાં જ ૧૦૮ ઈમરજન્સી સર્વિસને ૧૯૧૦ જેટલા કોલ્સ કાર્ડિયાક ઈમરજન્સીના મળ્યા છે જે ખુબજ ચોંકાવનારા છે. આમ તો ૧૦૮ ઈમરજન્સીમાં વર્ષ ૨૦૨૩માં અત્યાર સુધીમાં ૪૭ હજારથી વધુ કેસ કાર્ડિયાક ઈમરજન્સીના મળ્યા છે. તેમાંય સપ્ટેમ્બર માસમાં સરેરાર રોજના ૬૦ જેટલા કોલ્સ કાર્ડયાક ઈમરજન્સીના નોંધાયા હોવાનું સામે આવ્યું છે.
મહત્વનું છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં હાર્ટ એટેકની ઘટનાઓ વધી રહી છે તે મુજબ ૧૦૮ ઈમરજન્સીમાં રાજ્યમાં કાર્ડિયાર્ક ઈમરજન્સીના વર્ષ ૨૦૨૨ અને વર્ષ ૨૦૨૩માં આંકડા જાેતા ૨૦૨૨માં કાર્ડિયાર્ક ઈમરજન્સી કેસ ૪૯૩૨૧ જેટલી જાેવા મળી હતી અને વર્ષ ૨૦૨૩માં ૩૦ સપ્ટેમ્બર સુધીમાં ૪૭ હજાર ૨૦૨ કેસ જાેવા મળ્યા છે. જે આ વર્ષના અંત સુધીમાં ૬૩૧૦૯ પહોંચે તેવું અનુમાન લાગી રહ્યું છે.SS1MS