હૈદરાબાદમાં ૨૦થી વધુ શ્વાનને બાંધી ૪૦ ફૂટ ઊંચા પુલ પરથી ફેંકી દેવાયાં
નવી દિલ્હી, હૈદરાબાદના એક ગામમાંથી કૂતરાઓ પર ક્‰રતાનો એક ભયાનક કિસ્સો સામે આવ્યો છે. અહીંના સંગારેડ્ડીના એડુમાઈલારામ નામના ગામમાં અજાણ્યા લોકોએ કથિત રીતે ૨૦થી વધુ કૂતરાઓને મારી નાખ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ શ્વાનોને ૪૦ ફૂટ ઊંચા પુલ પરથી નીચે ફેંકી દેવામાં આવ્યા હતા, ત્યારબાદ ૨૧ કૂતરાઓના મોત થયા હતા. અન્ય ૧૧ કૂતરાઓની હાલત ગંભીર છે. આરોપીઓએ આ કૂતરાઓના હાથ, પગ અને મોં બાંધી દીધા હતા.
આ ઘટના ૪ જાન્યુઆરીએ પ્રકાશમાં આવી હતી જ્યારે પ્રાણીઓ માટે કામ કરતી સંસ્થા સિટીઝન્સ ફોર એનિમલ્સના કેટલાક સ્વયંસેવકોને ઘટનાસ્થળની નજીકથી મરણચીસો સંભળાવાની માહિતી મળી હતી.સિટીઝન્સ ફોર એનિમલ્સ સંસ્થાએ જણાવ્યું હતું કે, ફરિયાદ પછી જ્યારે તેઓ ત્યાં પહોંચ્યાં તો એક ભયાનક દ્રશ્ય જોયું.
ત્યાં કેટલાક ઘાયલ કૂતરાઓ હતા જેઓ તેમના મૃત સાથીઓના સડતા મૃતદેહો વચ્ચે ભયાનક પીડાથી કણસી રહ્યાં હતાં. કેટલાંક મૃતદેહો પાણીમાં તરી રહ્યા હતા.
સંગઠને કહ્યું હતું કે તેઓએ તરત જ પોલીસને જાણ કરી હતી અને અમે એનિમલ વોરિયર્સ કન્ઝર્વેશન સોસાયટી અને પીપલ ફોર એનિમલ્સ હૈદરાબાદ પાસેથી મદદ માંગી હતી.
સંસ્થાના એક સ્વયંસેવક પૃથ્વી પનેરુએ જણાવ્યું હતું કે ઘણા પ્રયત્નો પછી ૧૧ ઘાયલ કૂતરાઓને બચાવીને તેમને શેલ્ટરમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.સંસ્થાના સ્વયંસેવકોએ ઇન્દ્રકરણ પોલીસમાં અજાણ્યા લોકો સામે કેસ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.SS1MS