Western Times News

Gujarati News

હજુ પણ ગુજરાતમાં ૨૦૦૦ થી વધુ દર્દીઓ કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે વેઇટીગમાં- ડૉ‌.રાકેશ જોષી, અમદાવાદ સિવિલ 

૧૩મી માર્ચ “વિશ્વ કિડની દિવસ” : સિવિલ હોસ્પિટલમાં ગુપ્ત દાન રુપે મળ્યું અંગદાન –ગુપ્તદાન રુપે થયેલ આ અંગદાન થી એક હ્રદય, બે કિડની અને એક લિવરનું દાન મળ્યું

અત્યાર સુધી સિવીલ હોસ્પિટલ અમદાવાદ માં ૩૨૮ કિડની દાનમાં મળી

દર વર્ષે  માર્ચ મહીનાના બીજા ગુરુવારે “વિશ્વ કિડની દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. કિડની સંબંધીત રોગો સંદર્ભે લોકોમાં જાગૃતતા પ્રસરે અને કિડનીની ગંભીર બિમારી ધરાવતા અને લાંબા સમયથી ડાયાલિસિસ પર રહેલા દર્દીઓ કે જેમને ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોય તેમને અંગદાનથી કિડની મળી રહે તે માટે લોકોમાં જાગૃતતા કેળવવાનો આ દિવસનો મુખ્ય ઉદ્દેશ છે. More than 2000 patients are still waiting for kidney transplant in Gujarat – Dr. Rakesh Joshi, Ahmedabad Civil

સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં “વિશ્વ કિડની દિવસ” ના એક દિવસ પૂર્વે ખરા અર્થમાં આ દિવસની મહત્તા સાર્થક કરતુ અંગદાન થયું. સિવિલ હોસ્પિટલમાં થયેલ આ ૧૮૧ મુ અંગદાન ગુપ્તધાન રૂપે થયું.

સમગ્ર વિગતો જોઈએ તો, મુળ ઉત્તરપ્રદેશ ના અને અમદાવાદમા નોકરી માટે વસવાટ કરતા ૪૫ વર્ષના પુરુષને મગજના લોહીની નસ ફાટી જતા  બ્રેઇન હેમરેજ થયું .જેથી સઘન સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

આ દર્દી સારવાર દરમ્યાન બ્રેઇનડેડ થતા ફરજ પરના ડોક્ટરોએ પરિવારજનોને અંગદાન વિશે સમજાવ્યા. દર્દીના પરિવારજનોએ  સર્વ સંમતિથી અંગદાનની સંમતિ આપતા તા.૧૨.૦૩.૨૦૨૫ ના રોજ તેમના અંગોનું દાન લેવામાં આવ્યું

આ  અંગદાનથી મળેલ બે કિડની અને એક લિવરને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કિડની હોસ્પિટલના જરુરીયાતમંદ દર્દીઓમાં તેમજ હ્રદયને ગ્રીનકોરીડોર મારફતે અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દાખલ દર્દીને ટ્રાન્સપ્લાન્ટ કરાશે.

આ અંગદાન સાથે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ ૧૮૧ અંગદાતાઓ થકી ૩૨૮ કિડની, ૧૫૮ લીવર, ૫૭ હ્રદય, ૩૦ ફેફસા, ૧૦ સ્વાદુપિંડ, ૨ નાના આંતરડા, ૬ હાથ અને ૫ સ્કીન મળી કુલ ૫૯૧ અંગોનું દાન મળ્યું છે જેના થકી ૫૭૩ વ્યક્તિઓને નવજીવન આપણે આપી શક્યા છીએ તેમ ડો. રાકેશ જોશી એ વધુમાં જણાવ્યુ હતુ.

દર વર્ષે માર્ચ મહીનાના બીજા ગુરુવારે ઉજવાતા વર્લ્ડ કિડની દિવસ નિમીતે વર્ષ ૨૦૨૫ ની થીમ  “Are Your Kidneys OK? Detect Early, Protect Kidney Health અન્વયે સમાજ ના દરેક લોકોને પોતાની કિડનીના સ્વાસ્થ્યને જાળવવા જરુરી ધ્યાન રાખવા ડો. જોષીએ સૌને અપીલ કરી હતી. હાલ રાજ્યમાં ૨૦૦૦ થી વધુ દર્દીઓ કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે વેઇટીગમાં છે. લાઇવ ડોનેશન નહીં પરંતુ બ્રેઇન ડેડ વ્યક્તિના અંગદાનથી પીડીત વ્યક્તિઓ મને  અંગો મળી રહે તે માટે  સમાજમા અંગદાન પ્રત્યે  જાગ્રુતિ કેળવાય તેવા પ્રયાસો હાથ ધરવા તેમણે અનુરોધ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.