25 લાખથી વધુ ભકતોએ અયોધ્યા રામમંદિરમાં 11 દિવસમાં દર્શન કર્યા
(એજન્સી)નવીદિલ્હી, અયોધ્યામાં રર જાન્યુઆરીએ રામ મંદીરના પ્રાણપ્રતીષ્ઠા મહોત્સવ પછી છેલ્લા ૧૧ દિવસમાં આશરે રપ લાખ ભકતોએ મંદીરમાં દર્શન કર્યા છે. મંદીરમાં દાનની રકમ પણ રૂ.૧૧ કરોડને વટાવી ગઈ છે. મંદીર ટ્રસ્ટના ઓફીસ ઈન્ચાર્જ પ્રકાશ ગુપ્તાના જણાવ્યા અનુસાર છેલ્લા ૧૧ દિવસમાં આશરે રૂ.૮ કરોડ દાન પેટીઓમાં જમા થયા છે.
આ ઉપરાંત ચેક અને ઓનલાઈન માધ્યમથી આશરે રૂ.૩.પ૦ કરોડની રકમ મળી છે. ભગવાન રામ બિરાજમાન છે. તે ગર્ભગૃહ સામેના દર્શ્ન માર્ગ પાસે ચાર મોટા કદની દાન પેટીઓ મુકવામાં આવી છે. જેમાં ભકતો રકમ દાન કરે છે. આ ઉપરાંત લોકો ૧૦ કોમ્પ્યુટરાઈઝડ કાઉન્ટર પર પણ દાન આપે છે. તેમણે કહયું હતું કે ડોનેશન કાઉન્ટર મંદીર ટ્રસ્ટના કર્મચારીઓ નિયુકત કરાયા છે.
અને તેઓ સાંજે કાઉન્ટર બંધ થયા બાદ ટ્રસ્ટની ઓફીસમાં દાનની રકમ જમા કરાવે છે. ૧૪ લોકોની ટીમ ચાર દાન પેઢીઓમાં દાનની રકમની ગણતરી કરે છે. આ લોકોમાં બેકના ૧૧ કર્મચારી અને ટેમ્પલ ટ્રસ્ટના ત્રણ કર્મચારીઓ છે. દાનની રકમ જમા કરવી લઈને તેની ગણતરી કરાયાની સમગ્ર પ્રક્રિયા સીસીટીવી કેમેરાની દેખેરેખ હેઠળ થાય છે.