છેલ્લા એક વર્ષમાં રાજ્યમાં ૨૭ હજાર કિલોથી વધુનું ડ્રગ્સ ઝડપાયું
અમદાવાદ, ગુજરાતનું યુવાધન ડ્રગ્સના રવાડે ચડી રહ્યુ છે. છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાંથી ડ્રગ્સના જે આંકડા સામે આવ્યા છે તે દર્શાવે છે કે ગુજરાતના યુવાનોમાં ડ્રગ્સનું સેવન ચિંતાજનક હદે વધી રહ્યુ છે.
છેલ્લા એક વર્ષમાં જ એ ગુજરાતમાંથી ૨૭ હજાર ૮૩૭ કિલોનું ડ્રગ્સ ઝડપાયુ છે. વર્ષ ૨૦૨૨માં ગુજરાતમાંથી સૌથી વધુ ૧૨ હજાર ૮૩૮ કિલોગ્રામ અફીણ, ૧૪ હજાર ૮૯૯ કિલોગ્રામ ગાંજાે અને ૩૯.૧ કિલોગ્રામ કોકેઈન ઝડપાયુ હતુ.
જાે કે અફીણના મામલે ૧.૪૬ લાખ કિલોગ્રામ સાથે રાજસ્થાન મોખરે છે. જ્યારે યુપીમાંથી ૧૦.૩૦ લાખ કિલોગ્રામ ગાંજાે ઝડપાયો છે. ગુજરાતનો ૧૬૦૦ કિલોમીટરને દરિયાકિનારો ડ્રગ્સ માફિયાઓ માટે સેફ ઝોન બની રહ્યો છે.
દરિયાઈ માર્ગેથી સૌથી વધુ ડ્રગ્સની હેરાફેરી થાય છે. ગુજરાતમાંથી જપ્ત કરવામાં આવેલા ડ્રગ્સ પૈકી મોટાભાગનું ડ્રગ્સમાં દરિયાઈ માર્ગેથી હેરાફેરી થઈ હોવાનુ સામે આવ્યુ છે. અત્યાર સુધીમાં અલગ અલગ પ્રકારના ડ્રગ્સ ૪૬૭ જેટલા કેસમાં ૭૩૪ આરોપી ઝડપાયા છે.
તેમની પાસેથી ૨૭ હજાર ૯૪૭ કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યુ છે. જેની કિંમત ૫૨ અબજ ૫૫ કરોડ ૩૧ લાખ છે.ગુજરાતમાંથી છેલ્લા એક વર્ષ દરમિયાન પકડાયેલા ડ્રગ્સના આંકડા સાબિતી પુરે છે કે ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ બેફામ બન્યા છે અને ગુજરાત ડ્રગ્સનું હબ બની રહ્યુ છે.
જેમા અમદાવાદમાં સૌથી વધુ મળી આવવાના કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં અંદાજે ૨.૩૬ લાખ પુરુષો અફીણ ૧.૪૯ લાખ મહિલા દ્વારા અફીણનું સેવન કરવામાં આવતુ હોવાનુ એક અભ્યાસમાં સામે આવ્યુ છે.
ગુજરાતનો ૧૬૦૦ કિલોમીટરને દરિયાકિનારો ડ્રગ્સ માફિયાઓ માટે સેફ ઝોન બની રહ્યો છે. દરિયાઈ માર્ગેથી સૌથી વધુ ડ્રગ્સની હેરાફેરી થાય છે. ગુજરાતમાંથી જપ્ત કરવામાં આવેલા ડ્રગ્સ પૈકી મોટાભાગનું ડ્રગ્સમાં દરિયાઈ માર્ગેથી હેરાફેરી થઈ હોવાનુ સામે આવ્યુ છે.
અત્યાર સુધીમાં અલગ અલગ પ્રકારના ડ્રગ્સ ૪૬૭ જેટલા કેસમાં ૭૩૪ આરોપી ઝડપાયા છે. તેમની પાસેથી ૨૭ હજાર ૯૪૭ કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યુ છે. જેની કિંમત ૫૨ અબજ ૫૫ કરોડ ૩૧ લાખ છે.
ગુજરાતમાંથી છેલ્લા એક વર્ષ દરમિયાન પકડાયેલા ડ્રગ્સના આંકડા સાબિતી પુરે છે કે ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ બેફામ બન્યા છે અને ગુજરાત ડ્રગ્સનું હબ બની રહ્યુ છે. જેમા અમદાવાદમાં સૌથી વધુ મળી આવવાના કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં અંદાજે ૨.૩૬ લાખ પુરુષો અફીણ ૧.૪૯ લાખ મહિલા દ્વારા અફીણનું સેવન કરવામાં આવતુ હોવાનુ એક અભ્યાસમાં સામે આવ્યુ છે. SS3SS