કુંતલપુર ગામે ૩૦થી વધુ બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ
સુરેન્દ્રનગર, કુંતલપુર ગામે ૩૦થી વધુ બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર, કલાકો સુધી શાળામાં બેસાડી રાખવાનો શિક્ષકો પર આક્ષેપસુરેન્દ્રનગરના કુંતલપુર ગામે ૩૦થી વધુ બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ છે. બટુક ભોજન લીધા પછી ૩૦ થી વધુ બાળકોની તબિયત લથડી હતી.
સુરેન્દ્રનગરમાં વધુ એક ફૂડ પોઇઝનિંગનો બનાવ સામે આવ્યો છે. ગંભીર હાલતમાં બાળકોને મૂળી તેમજ સુરેન્દ્રનગર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
શાળાએ અભ્યાસ કરવા ગયેલા બાળકોને બટુક ભોજન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ અલગ અલગ ધોરણમાં અભ્યાસ કરતા બાળકોને ઝાડા ઉલટી થઈ જતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. સુરેન્દ્રનગરમાં ફરી ફૂડ પોંઇઝિંગના બનાવને પગલે આરોગ્ય વિભાગમાં દોડધામ મચી હતી.ફૂડ પોઇઝનિંગની અસર મુદ્દે મૂળી સરકારી હોસ્પિટલમાં હોબાળો મચ્યો હતો.
કુંતલપુર ગામે ઝેરી ખોરાકની અસર સર્જાયા બાદ શાળાના વિદ્યાર્થીઓને ૩ કલાક સુધી શાળામાં બેસાડી રાખવામાં આવ્યા હોવાનો પણ ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ ઉલટી કરતા હતા શિક્ષકો સામે ઊભા ઊભા મજાક ઉડાડતા હોવાનો પણ વાલીઓએ ગંભીર આક્ષેપ કર્યાે છે.
મામલતદાર અને પોલીસની હાજરીમાં મૂળી સરકારી હોસ્પિટલમાં હોબાળો થયો હતો. વાલીઓ દ્વારા સંચાલકો, આચાર્ય અને શિક્ષકો સામે કડક પગલાં ભરવા માંગ કરી હતી.SS1MS