Western Times News

Gujarati News

કોલમ્બિયામાં ભૂસ્ખલન થતાં ૩૦થી વધુ લોકોનાં મોત

નવી દિલ્હી, કોલંબિયાના રિસારાલ્ડા પ્રાંતમાં વરસાદના કારણે ભૂસ્ખલનની ઘટના બની છે અને એ ભૂસ્ખલનને કારણે એક બસ અને અન્ય વાહનો તેમાં દટાઈ ગયાનું સામે આવ્યું છે.

મળતી જાણકારી અનુસાર તેમાં ઓછામાં ઓછા ૩૩ લોકોના મોત થયા છે. સાથે જ કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ આ ઘટના પર શોક વ્યક્ત કરતાં કહ્યું હતું કે સરકાર આ મુશ્કેલ સમયમાં પીડિત પરિવારોની સાથે છે.

જણાવી દઈએ કે કોલંબિયાના ગૃહ પ્રધાન અલ્ફોન્સો પ્રાડાએ આ ઘટના વિશે કહ્યું હતું કે ‘આ ઘટનાથી અમે બધા ખૂબ જ દુઃખી છીએ અને અત્યાર સુધીમાં અમને ૩ સગીર સહિત ૩૩ મૃતદેહ મળ્યા છે.

આ સિવાય ૯ લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા છે, જેમાંથી ચારની હાલત ગંભીર છે. કોલંબિયાની રાજધાની બોગોટાથી લગભગ ૨૩૦ કિમી દૂર કોફી ઉત્પાદન માટે પ્રખ્યાત કોલંબિયાના પર્વતીય પ્રદેશમાં પ્યુબ્લો રિકો અને સાન્ટા સેસિલિયા ગામો વચ્ચે મુસાફરી કરતાં સમયે રવિવારે ભૂસ્ખલનમાં એક બસ સહિત અનેક વાહનો દટાયા હતા.

ભૂસ્ખલનમાં દટાયેલી બસ કોલંબિયાના ત્રીજા સૌથી મોટા શહેર કૈલી અને કોન્ડાટો નગર પાલિકાના વચ્ચેના રસ્તા પર હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર તેમાં લગભગ ૨૫ મુસાફરો સવાર હતા અને અકસ્માતમાં બચી ગયેલા એક વ્યક્તિએ જણાવ્યું કે જ્યારે કાટમાળ નીચે આવી રહ્યો હતો ત્યારે ડ્રાઇવરે બસને બચાવવાનો ઘણો પ્રયાસ કર્યા હતા બસ અને તેનાથી થોડી પાછળ હતી. રેડિયો સ્ટેશન સાથે વાત કરતા વ્યક્તિએ જણાવ્યું કે જ્યારે અકસ્માત થયો ત્યારે પણ ડ્રાઈવર બસને પાછળ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

જણાવી દઈએ કે આ ઘટનામાં ઘાયલ ૫ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કોલંબિયાના નેશનલ યુનિટ ફોર ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટએ અનુમાન લગાવ્યું છે કે ઓગસ્ટ ૨૦૨૧ થી આ વર્ષના નવેમ્બર વચ્ચે, લા નીના ક્ષેત્રમાં ઇમરજન્સી ઘટનાઓથી આશરે ૨૭૧ લોકોના મોત થયા છે અને ૭૪૩,૩૩૭ ની અસરગ્રસ્ત વસ્તીમાંથી અન્ય ૩૪૮ લોકો ઘાયલ થયા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.