Western Times News

Gujarati News

મહેમદાવાદ વિધાનસભાના ૩૦૦થી વધુ કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જાેડાયા

(પ્રતિનિધિ) નડિયાદ, મહેમદાવાદ વિધાનસભા વિસ્તારના ૩૦૦થી વધુ કોંગ્રેસ કાર્યકરોએ કાૅંગ્રેસનો છેડો ફાડી ભાજપનો ભગવો ધારણ કર્યા હતો. ખાસ કરીને મહેમદાવાદ વિસ્તારમાં બારરમુવાડા જિલ્લા પંચાયત બેઠકના અગ્રણીઓ,કાર્યકરો ભાજપમાં જાેડાયા હતા. More than 300 Congress workers of Mehmedabad assembly joined BJP

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્ર અને પ્રજાલક્ષી વિકાસકાર્યોથી પ્રેરાઈને આ કાર્યકરોએ ભાજપમાં જાેડાવાનો ર્નિણય લીધો હોવાનું આ કાર્યકરોએ જણાવ્યું હતું.ખેડા જીલ્લા ભાજપ કાર્યાલય,કમલમ,નડિયાદમાં યોજાયેલા કાર્યક્રમના સહુ કાર્યકારોનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું.

આ સમારંભના અધ્યક્ષ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટે સહુ કાર્યકરોને આવકારતા જણાવ્યું હતું કે,આજે ૨૯મી મે ૨૦૨૩ના રોજ કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનને નવ વર્ષ પુરા થાય છે ત્યારે તેમની રાષ્ટ્ર અને પ્રજા માટે કામ કરવાની પદ્ધતિથી પ્રેરાઈ આપ સહુએ ભાજપમાં જાેડાવાનો ર્નિણય લીધો છે.

તે ખૂબ જ યથા યોગ્ય ર્નિણય છે.અને સહુને ઉમળકાભેર આવકારતા આનંદ અનુભવું છું.ભાજપમાં કોઈ નેતા આધારિત રાજકારણ નથી.અહીં સિદ્ધાંતોનું રાજકારણ છે.પક્ષને સમર્પિત રહી કામ કરવા સહુ નવા કાર્યકરોને આહવાન કર્યું હતું.આ પ્રસંગે મહેમદવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણએ જણાવ્યું હતું જે ભાજપ એ પાર્ટી જ નહીં એક પરિવાર છે.

અહીં પારિવારિક ભાવનાથી કાર્ય થાય છે.આ પ્રસંગે મહેમદાવાદ વિસ્તારના અગ્રણી ડાઉલતસિંહ ડાભી, એપીએમસીના ચેરમેન અપૂર્વભાઈ પટેલ,અમિતભાઇ ડાભી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

૨૦૨૪માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં રાજ્યની તમામ ૨૬ બેઠકો ઉપર વિજય મેળવવા માટે ભાજપે અત્યારથી જ કવાયત શરૂ કરી દીધી છે. તેમજ સંગઠનને મજબૂત બનાવવા રૂપરેખા હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.