Western Times News

Gujarati News

સરખેજમાં રહેતી સગીર બાળાનું અપહરણ થતાં પોલીસની કાર્યવાહી

સગીર બાળા અંગે માહિતી મળે તો મદદનીશ પોલીસ કમિશનર શ્રી, ‘એમ’ ડિવિઝન, અમદાવાદ શહેર ખાતે જાણ કરવા જાહેર અપીલ

મદદનીશ પોલીસ કમિશનર શ્રી, ‘એમ’ ડિવિઝન અમદાવાદ શહેરની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ સરખેજ પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૧૦૪૮૨૩૦૨૦૬/૨૦૨૩ ધી ઇ.પી.કો કલમ ૩૬૩ મુજબ ફરિયાદી સુંદર ભાઈ કેશવભાઈ કદમ (મરાઠી) (રહે. સરખેજ,

અમદાવાદ શહેર, મૂળ ગામ જોગેશ્વરી પારગાંવ તા.આષટી જી. બીડ મહારાષ્ટ્ર)ની સગીર વયની દીકરીને (ઉ.વ.૧૬ વર્ષ ૯ મહિના ૧૨ દિવસની) તા.૧૦/૦૩/૨૦૨૩ના કલાક-૧૫/૩૦ વાગ્યે સરખેજ ખાતેથી જાહેરમાં કોઇ અજાણ્યો ઇસમ ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયો છે.

ફરિયાદીની દીકરી શરીરે પાતળા બાંધાની, રંગે ઘઉં વર્ણની છે તથા તેની ઊંચાઇ આશરે ૪’૮” ફૂટની છે. તેણે ધોરણ-૧૧માં અભ્યાસ ચાલુ છે તથા હિન્દી તથા મરાઠી ભાષા જાણે છે. ઘરેથી ગઈ ત્યારે તેણે શરીરે પીળા કલરનો પંજાબી ડ્રેસ પહેરેલ હતો. અને તપાસ કરતા કરાવતા મળી આવેલ નથી.

આ અંગેની માહિતી મળતાં મદદનીશ પોલીસ કમિશનર શ્રી ‘એમ’ ડિવિઝન અમદાવાદ શહેર ખાતે જાણ કરવા વિનંતી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.