ભરૂચ જીલ્લામાં ૩૮ હજારથી વધુ વિદ્યાર્થીઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષા આપશે
સીસીટીવી કેમેરાથી સજ્જ ૧૩૫૪ બ્લોકમાં વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપશે
(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ જીલ્લામાં માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ મહોલમાં યોજાય તે માટે તંત્ર મહેનત કરી રહ્યું છે અને ભરૂચ જીલ્લાના ૧૩૫૪ બ્લોકમાં સીસીટીવી કેમેરાની નજર વચ્ચે ૩૮ હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે.જેને લઈને શાળાના સંચાલકો પણ સજજ થઈ ચૂક્યા છે અને વિદ્યાર્થીઓ કોઈપણ મૂંઝવણનો અનુભવે તે માટેના તમામ પ્રયાસો પણ તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે.
માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાનું પ્રારંભ થઈ રહ્યો છે.ત્યારે વિદ્યાર્થીઓ પણ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તેવા પ્રયાસો પણ જીલ્લા વહીવટી અને શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે.ભરૂચ જીલ્લાની ૧૩૨ બિલ્ડિંગમાં ૧૩૫૪ બ્લોક સીસીટીવી કેમેરાથી સજજ કરાયા છે.જેમાં ૩૮,૬૦૯ જેટલા પરીક્ષાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપે તેની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે.
આ બાબતની જીલ્લા શિક્ષણ અધિકારી કે.એફ વસાવાએ જણાવ્યું હતું કે ધોરણ ૧૦ માં ૨૪,૧૨૨ અને ધોરણ ૧૨ માં ૧૪,૪૭૯ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને કોઈપણ હાલાકી ન પડે અને મૂંઝવણ અનુભવ્યા વિના પરીક્ષા આપી શકે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.તમામ સુવિધા સાથે વીજ પુરવઠો ન ખોળવાય તે માટે ડીજીવીસીએલ સાથે પણ સંકલનમાં રહી તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે અને ગેરીરીતી ન સર્જાય તે માટેના પણ પ્રયાસો કરવામાં આવ્યા છે અને સતત મોનિટરિંગ માટે વર્ગ – ૧ અને ૨ ના કર્મચારીઓને સતત કાર્યરત રાખવામાં આવનાર છે જે મોનીટરીંગ કરવા સાથે વિદ્યાર્થીઓ માટે આત્મવિશ્વાસ હેલ્પલાઈન પણ શરૂ કરવામાં આવી છે.જેમાં ૧૬ જેટલા શિક્ષકો ફરજ નિભાવનાર હોવાની માહિતી જીલ્લા શિક્ષણ અધિકારીએ પૂરી પાડી હતી.
ભરૂચ જીલ્લાની ૧૩૨ બિલ્ડિંગમાં ૧૩૫૪ બ્લોકમાં પણ જે તે શાળા સંચાલકોએ પણ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ મૂંઝવણ ન અનુભવે અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તેવા આયોજનો કર્યા છે.પરીક્ષા પૂર્વે જ પરીક્ષા કેન્દ્રો ઉપર શાળાના આચાર્યો અને જે તે કર્મચારીઓએ પણ નિરીક્ષણ કર્યું હતું અને વિદ્યાર્થીઓ સમયસર પોતાના પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચી શકે તેવા પણ પ્રયાસો કરવામાં આવ્યા છે.
ભરૂચ જીલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે પરીક્ષા કેન્દ્રો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તહેનાત કરવામાં આવનાર છે અને ભરૂચ જીલ્લાના તમામ કેન્દ્રો ઉપર સવારથી જ પોલીસ બંદોબસ્ત મુકવામાં આવવા સાથે જ વિદ્યાર્થીઓ પણ મૂંઝવણ મુક્ત રહીને પરીક્ષા આપી શકે તેવી તંત્ર દ્વારા અપીલો પણ કરવામાં આવી છે.
કોઈપણ શુભ કાર્ય કરવામાં આવે ત્યારે મોઢું મીઠું કરાવવાની પરંપરા રહી છે.જેના ભાગરૂપે ભરૂચ જીલ્લાના પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષા આપ આવનાર વિદ્યાર્થીઓને સૌપ્રથમ મોઢું મીઠું કરાવવામાં આવશે અને તેઓને ફૂલો આપી તેઓનું સ્વાગત કરવામાં આવશે અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તેવી શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવશે તેમ નારાયણ વિદ્યાવિહારના આચાર્ય મહેશ ઠાકરે જણાવ્યું હતું.
ભરૂચ જીલ્લામાં બે ઝોનમાં પરીક્ષા યોજાનાર છે.ત્યારે વિકલાંગ વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપનાર છે અને જેમાં ૨૧ પ્રકારના વિકલાંગો હોય છે.જેમાં ધોરણ ૧૨ ના સામાન્ય પ્રવાહના ૬૨ અને વિજ્ઞાન પ્રવાહમાં ૪ મળી ૬૫ વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ ૧૦ માં અંકલેશ્વર ઝોનમાં ૪૮ અને ભરૂચમાં ૫૪ વિકલાંગ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે.જેઓને કોઈ તફલીફ ન પડે તેવા તમામ પ્રયાસો પણ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યા છે.