Western Times News

Gujarati News

૧૫ દિવસમાં ૪૦થી વધુ ટ્રેક્ટરોની બેટરી ચોરાતાં ખેડૂતોની હાલત કફોડી

ભરૂચ તાલુકાના તવરામાં પોલીસને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ જ પરિણામ નહીં આવતા આક્રોશઃ તવરા ગામે ખેતરો બાદ હવે તો ઘરે પાર્ક કરેલા ટ્રેક્ટરો માંથી બેટરીઓની ચોરી

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ તાલુકાના તવરા ગામે ખેતરોમાં લગાવેલ પાણી માટેની મોટરોની અને વીજ વાયરોની ચોરીઓ બાદ હવે તો ગામના ખેડૂતોના ઘર આંગણે પાર્ક કરેલા ટ્રેક્ટરની બેટરીઓની છેલ્લા ૧૫ દિવસમાં ૪૦થી વધુ બેટરીઓની ચોરી થતા ખેડૂતોમાં આક્રોશ જાેવા મળી રહ્યો છે અને આ બાબતે પોલીસ તાત્કાલિક ચોર ટોળકીને ઝડપી પાડે તેવી માંગ ઉઠી છે. more than 40 tractor batteries were stolen and the condition of farmers became worse

ભરૂચ તાલુકાના તવરા ગામે ખેડૂતોના ખેતરોમાં ભૂંડ અને રોજાનો ઉપદ્રવ વધી રહ્યો છે.ગામની સીમમાં થતા પાક શેરડી,તુવેર,કપાસ અને શાકભાજી પાક જેવા અન્ય પાકોમાં પણ આ રોજા અને ભૂંડ ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન કરતા હોય છે.

જેને લઈ ખેડૂતો પર અનેક મુશ્કેલી વેઠવાનો વાળો આવતા ખેડૂતો ઉપર આભ તૂટી પાડયું હોય તેવી સ્થિતિની નિર્માણ થયું હોય છે.આવી પરિસ્થિતિમાં ખેડૂતો આ ભૂંડ અને રોજાથી નુકસાન અટકાવવા માટે ખેડૂતો પોતાના ખેતરમાં બાઉન્ડ્રી બનાવી તેની ઉપર અલગ અલગ પ્રકારના અવાજાે કરતા મશીનો લગાડવામાં આવી રહ્યા છે.

જેથી ખેતરમાં આવતા રોજા કે ભૂંડ આ અવાજથી દૂર ભાગતા હોય છે.આવા નાના-મોટા પ્રયાસો ખેડૂતો પોતાનો પાક બચાવવા કરતા હોય છે તથા ખેતરોમાં ચાલતા પાણીના કુવાની મોટર કે ખેતરોમાં લગાવેલા લાઈટોના વીજ વાયરો કેટલાક અસામાજીક તત્ત્વો દ્વારા આ વાયરોની અને મોટરોની ચોરી કરી ખેડૂતોને હેરાન પરેશાન કરી રહ્યા છે.

ખેડૂતો ખેતરો માંથી વીજ વાયરો અને મોટરોની ચોરીઓની ફરિયાદ તો ઉઠાવા પામી છે.પરંતુ હવે તો ખેડૂતોના ઘરે પાર્ક કરેલા ખેડૂતોના ટ્રેક્ટર માંથી છેલ્લા ૧૫ દિવસમાં ૪૦ થી વધુ બેટરીઓની ચોરી થતા ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે.

ઘણા સમય પહેલા આ બાબતની રજૂઆતો ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશને ખેડૂતો દ્વારા મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી હતી અને લેખિતમાં પણ જાણ કરવામાં આવી હતી.પરંતુ અત્યાર સુધી પોલીસ દ્વારા આ બાબતે કોઈ જ પ્રકારના પગલાં ભરવામાં આવ્યા નથી.

જેથી ગામના ખેડૂતો દ્વારા આ વિસ્તારમાં પોલીસ તંત્ર દ્વારા યોગ્ય પેટ્રોલિંગ વધારી આવા અસામાજીક તત્ત્વોને ઝડપી પાડી ચોરીના બનાવો અટકાવવાના પ્રયાસો કરે તેવી માંગ કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.