Western Times News

Gujarati News

પ્રમુખસ્વામીનગરની બસનો ૪.રર લાખથી વધુ પેસેન્જર્સે લાભ લીધો

૧પમી ડીસે.થી ૩ જાન્યુ. સુધીમાં તંત્રે વર્ધીથી આશરે એક કરોડની આવક મેળવી

(એજન્સી) અમદાવાદ, શહેરના એસ.પી. રીંગ રોડ પરના ઓંગણજ ગામે ભવ્યાતિભવ્ય એવી સંત શિરોમણી પ્રમુખસ્વામી મહારાજની શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગત તા.૧૪ મી ડીસેમ્બર, ર૦રર એ મહંત સ્વામીની નિશ્રામાં શાસ્ત્રોક્તવિધિ-પૂજાપાઠ સાથેે તેનંુ ઉદ્‌ઘાટન કરવામાં આવ્યુ હતુ. અત્યાર સુધીમાં લાખ્ખો શ્રદ્ધાળુઓ એ પ્રમુખસ્વામીનગરની મુલાકાત લીધી.

આ અનેરા મહોત્સવનેે ભારે ઉમળકાભેર વધાવી લીધો છે. એએમટીએસ દ્વારા પણ હજારો હરિભક્તો અને દર્શનાર્થીઓ સરળતાથી અવરજવર કરી શકે એ માટેે રોજેરોજ ૧૧૦ થી વધુ બસ ફાળવાઈ છે. તેંત્રની પ્રમુખસ્વામી નગર બસ સેવાનો ૪.રર લાખથી વધુ મુસાફરોએ લાભ લીધો હોવાની વિગત જાણવા મળી છે. એએમટીએસ દ્વારા શહેરમાં આવેલા ચાણક્યપુર ી, ગોતા, અડાલજ,બોપલ સહિતના સ્થળોની વિવિધ સ્કીમમાં રોકાયેલા હજારો સ્વયંસેવકોને પ્રમુખસ્વામીનગર સુધી પીકઅપ અને ડ્રોપિંગની સુવિધા પૂરી પડાય છે. સવારના પ.૩૦ વાગ્યાથી સવારના ૮ વાગ્યા સુધી અને રાતના ૮ વાગ્યાથી રાતના ૧૧ વાગ્યા સુધી સ્વંયસેવકોને આ સુવિધા મળ રહી હોઈ તે માટે પ્રમુખસ્વામી મહારાજ ની સંસ્થા દ્વારા પ્રતિ દિવસ રૂા.પાંચ લાખથી વધુ ભાુ પણ તંત્રને ચુકવાઈ રહ્યુ છે.

એએમટીએસના ચેરમેન વલ્લભ પટેલે આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યુ હતુ કે ગત તા.૧પમી ડીસેમ્બરથી ૩ જાન્યુઆરી સુધીમાં પ્રમુખસ્વામી મહોત્સવ હેઠળ દૈનિક ૧૧૦ જેટેલી બસ તેમની સંસ્થાનેેે ફાળવાઈ હતી અને વર્ધીના આ બસ માટે પ્રમુખસ્વામી મહારાજની સંસ્થાએ નિયમ મુજબનું ભાડુ ચુકવતા આટલા દિવસોમાં અએેમટીએસને ભાડા પેટે આશરે રૂા.એક કરોડની આવક થઈ છે.

આ ઉપરાંત શ્રદ્ધાળુઓ માટેેે રૂા.૧૦ના ભાડામાં બોપલના વકીલ સાહેબબ્રિજથી પ્રમુખસ્વામીનગર સુધી ખાસ શટલ સર્વિસ્‌ પણ શરૂ કરાઈ છે. ગત તા.૧૮મી ડીસેમ્બર, ર૦રર થી શટલ સર્વિસનો પ્રારંભ કરાયો હતો. જાે કે શરૂઆતમાં સમગ્ર રૂટ પર કોઈ બોર્ડ ન મુકાતા સેકડો પેસેન્જરો ભારે મુશ્કેેલીમાં મુકાયા હતા. જે અંગે વ્યાપક ફરીયાદો ઉઠતા તંત્ર દ્વારા વકીલસાહેબ બ્રિજથી પ્રમુખસ્વામી નગરસુધીના રૂટ પર વચ્ચે આવનારા સ્વામિનારાયણ મંદિર, સિંધુભવન રોડ શીલજ, કાંસ રોડ, હેબતપુર ક્રોસ રોડ અને ભાડજ સર્કલ જેવા બસ સ્ટેશનને લગતા સ્ટેન્ડના થાંભલા પણ લાગી ગયા હોઈ શટલ સર્વિસની લોકપ્રિયતામાં વૃધ્ધી થઈ છે.

એએમટીએસના ચેરમેન વલ્લભ પટેલનેે શટલ બસ સર્વિસને મળેલા પેસેન્જરના પ્રતિસાદ અંગે પૂછતા તેઓ કહે છે કે આ સર્વિસને પેસેન્જર્સ ે ભારે ઉત્સાહથી વધાવી લીધો છે. અને રોજના સરેરાશ ૧૦ૅ હજાર પેસેન્જર્સ તેનો લાભ ઉઠાવી રહ્યા છે. અત્યાર સુધીમાં તંત્રને આશરે રૂા.એક કરોડની આવક થઈ ચુકી હોઈ રૂા.૪.રરર લાખથી વધુ પેસેન્જર્સ નોંધાયા છે.

બોપલના વકીલસાહેબ બ્રિજથી પ્રમુખસ્વામીનગર વચ્ચેનો ખાસ શટલ બસ સર્વિસ શ્રદ્ધાળુઓને ખુબ જ માફક આવી ગઈ છે. આગામી તા.૧૪મી જાન્યુઆરી, ર૦ર૩એ પ્રમુખસ્વામીનગરના દર્શન માટેેના છેલ્લા દિવસ સુધી આ બસ સેવા શ્રદ્ધાળુઓનેેે ઉપલબ્ધ થનાર છે. તો ૧પમી જાન્યુઆરીએ પૂર્ણાહૂતિ થશે. એ દિવસે ગ્રાંડ ફિનાલે સભા થનાર હોઈ એએમટીએસ સેવા કદાચ ચાલુ રખાશે.

આમ, લગભગ એક મહિના સુધી પ્રમુખસ્વામી મહોત્સવ અંતર્ગત એએમટીએસની સ્પેશ્યલ બસ સેવાનો લાભ પેસેન્જર્સને મળશે. પ્રમુખસ્વામીનગરનું સૌથી મોટુ સુત્ર છે, સેવા પરમો ધર્મ’ આ સુત્રને પ્રમુખસ્વામીનગરમાં આપ સાર્થક થતી પણ જાેઈ શક્શો. કારણ કે અહીં વિવિધ પ્રકારની નાની-મોટીસેવાઓ કરવામાં આવી રહી છે. આ સાથે પ્રમુખસ્વામીનગરમાં નાની નાની સેવાઓનો શમિયાણો બન્યુ છે.

આ નગરમાં સ્વયસેવકોના કપડાની સિલાઈ નીકળી જતી અથવા કપડાં ફાટી જવાના કિસ્સામાં અહીં દરજીકામની સેવા પણ શરૂ કરવામાં આવી છે આ નગરમાં જેના કપડાં ફાટી જાય અથવા તો કપડાની સિલાઈ નીકળ જાય ત્યારે સિલાઈકામ કરાવવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં જવાથી તેમના સમયનો બગાડ થઈ શકે છે. જેના કારણે અહીં જ સિલાઈકામની સેવા માટે હરિભક્ત એવા બે દરજીઓને મુકવામાં આવ્યા છે. જ્યારથી આ સેવાની શરૂઆત થઈ ત્યારથી જ તે અવિરત ચલાવવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.