અમદાવાદમાં બે વર્ષમાં ૪૬૦૦થી વધુ બાળકને હૃદય, કિડની જેવી ગંભીર સમસ્યા

અમદાવાદ, રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે સ્કૂલોમાં થતા શાળા આરોગ્ય ચકાસણીનો કાર્યક્રમ અંતર્ગત માત્ર અમદાવાદ જિલ્લામાં જ છેલ્લા બે વ ર્ષમાં ૪૬૦૦થી વઘુ બાળકો કિડની, હદય અને કેન્સરની બીમારીથી પીડિતા હોવાનું નોંધાયુ છે.
જેમાં સૌથી વઘુ ૨૩૧૮ બાળકો હૃદય સંબંધિત બીમારીના છે અને ૧૬૨૦ બાળકો કિડની તેમજ ૬૭૦ બાળકો કેન્સરની બીમારીથી પીડાતા હોવાનું નોંધાયુ છે. શાળા આરોગ્ય ચકાસણી દરમિયાન Îયાનમાં આવેલા બાળકોને ૨૦.૫૦ કરોડના ખર્ચે સારવાર અપાઈ છે.
ગુજરાત વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં આરોગ્ય વિભાગ દ્વારા માહિતી આપવામા આવી હતી કે, ૩૧ જાન્યુઆરી, ૨૦૨૫ની સ્થિતિએ શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત છેલ્લા બે વર્ષમાં અમદાવાદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ૪૬૦૮ બાળકો હૃદય, કિડની અને કેન્સરની બિમારથી પીડાતા નોંધાયા છે.
જેમાં અમદાવાદ શહેરમાં હૃદયની બીમારીના ૧૯૩૩, કિડનીની બીમારીના ૧૪૮૨ અને કેન્સરની બીમારીના ૫૭૯ બાળકો છે. જ્યારે જિલ્લામાં હૃદયની બીમારીના ૩૮૫, કિડનીની બીમારીના ૧૩૮ અને કેન્સરની બીમારીના ૯૧ બાળકો છે. આમ, સમગ્ર જિલ્લામાં હ્રદયની બીમારીના કુલ ૨૩૧૮, કિડની બીમારીના કુલ ૧૬૨૦ અને કેન્સરની બીમારીના કુલ ૬૭૦ બાળકો નોંધાયા છે.
સરકારે બાળકોની સારવારને લઈને જણાવ્યું કે, સરકાર દ્વારા હ્રદયની બીમારીવાળા બાળકોને યુ.એન.મહેતા ઈન્સ્ટિટ્યુટમાં ,કિડનીની બીમારીના બાળકોને કિડની હોસ્પિટલ અને કેન્સરની બીમારીના બાળકોને અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં વિના મૂલ્યે સારવારમા આવી છે.
આ બાળકોની સારવાર પાછળ સરકારે ૨૦.૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યાે છે. જો કે, માત્ર અમદાવાદ જિલ્લામાં જ જો બે વર્ષમાં ૪૬૦૦થી વઘુ બાળકો આ ગંભીર બીમારીઓથી પીડાતા હોય તો સમગ્ર રાજ્યમાં કેટલા હશે તે ખૂબ જ ચોંકાવનારી બાબત છે.SS1MS