ખત્રી ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ સમૂહલગ્નમાં 51 થી વધારે વર વધૂઓ લગ્નના તાંતણે બંધાયા
ખત્રી ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સતત બીજા વર્ષે સમૂહલગ્નનું આયોજન
(પ્રતિનિધિ) અમદાવાદ, મુસ્લિમ સમુદાયમાં સામજિક સેવા અને પ્રવુતિઓ સાથે સંકળાયેલો ખત્રી ગ્રૂપ ચેરીટેબલ ટ્રસ્ટની ૨૦૧૬માં સ્થાપના કરવામાં આવી. જેમાં ગત વર્ષે પ્રથમ વખત ખત્રી ગ્રુપ દ્વારા ભવ્ય સમૂહ લગ્ન નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૫૧ થી વધારે વર વધૂઓ લગ્નના તાંતણે બંધાયા હતા.
જેમાં એક વર્ષની ભવ્ય સફળતા બાદ આ બીજા વર્ષે પણ ખત્રી ગ્રુપ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે ખત્રી ગ્રુપ દ્વારા છેલ્લા ૮ વર્ષ થી સામજિક કલ્યાણની પ્રવૃત્તિઓ અવિરતપણે ચાલી રહી છે .જેમાં ગરીબો, વચિંતો, શોષિતોને, આર્થિક સહાયથી લઇ બાળકોને શિક્ષણ આપવવા
સુધીની મદદ કરવામાં આવી રહી છે.
સાથે આ વખતે સતત બીજા વર્ષે ૨૮ જાન્યુઆરી રવિવારના રોજ અમદાવાદના રીવરફ્રન્ટ ખાતે ખત્રી ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ સમાજમાં સમૂહ લગ્નોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ સહિત જુદા જુદા જિલ્લા અને અન્ય રાજ્યમાંથી પણ નવા ૫૧ જેટલા વર વધુઓએ સમૂહલગ્નમાં ભાગ લીધો હતો. જેમાં એક જ મંડપમાં ૫૧ જેટલા નવદંપત્તિ લગ્નગ્રંથિમાં બંધાયા હતા. અને તમામ નવ દંપતીઓને પૂરતું દહેજ પણ આપવામાં આવ્યું હતું .
આ સમૂહ લગ્નનાના મુખ્ય આયોજક હાજી અબ્દુલ જબ્બાર ખત્રી (દુબઇ) હાજી ગુલામ મોહમ્મદ (ગુલ્લુભાઈ ખત્રી) હાજી યુસુફભાઈ ખત્રી (ચેરમેન, ખત્રી ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ, ચેરમેન, રંગરેજ જમાઅત વેલ્ફર કમિટી) અબ્દુલ રઝઝાક ખત્રી (સેક્રેટરી) જમાલુદ્દીન ખત્રી (ખજાનચી) દ્વારા કરાયું હતું. જેમાં સમારંભના મુખ્ય મહેમાન કોંગ્રેસના માન. શ્રી શૈલેષ પરમાર (ધારાસભ્ય શ્રી, દાણીલીમડા વિધાન સભા) ઉપનેતા શ્રી, ગુજરાત વિધાનસભા,
માન. ઇમરાનભાઇ ખેડાવાલા,કોંગ્રેસના જમાલપુર ખાડિયાના ધારાસભ્ય શ્રી, પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલ, પ્રમુખ અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ, પૂર્વ ધારાસભ્ય શ્રી બાપુનગર વિધાનસભા, પૂર્વ ધારસભ્ય ગ્યાસુદિન શેખ, દરીયાપુર , માન. વિપક્ષ નેતા શેહઝાદ ખાન પઠાણ ,(છસ્ઝ્ર) માન. હાજી શરીફખાન પઠાન (નવાબ બિલ્ડર્સ), માન. હાજી મહેબુબખાન પઠાન (નવાબ બિલ્ડર્સ),
માન. રફીકભાઇ શેઠજી (મ્યુ.કાઉ ન્સલર ), માન. નઇમબેગ મીરઝા મહામંત્રી, ગુજરાત (પ્રદેશ કોંગ્રેસ સમિતિ) મુ સ્લમ સમાજના માઈનોરીટી ડિપાર્ટમેન્ટના વાઇસ પ્રેસિડેન્ટ ગુલામ નબી શેખ અને કોંગ્રેસ કોર્પોરેટરો સહિત મુસ્લિમ સમાજના આગેવાનોએ આ કાર્યક્રમમાં હાજરી આપી વર વધૂને આશીર્વાદ આપ્યા હતા. જેમાં મોટી સંખ્યા માં લોકો આ શુભ અવસરે સહભાગી બન્યા હતા.