Western Times News

Gujarati News

54 હજારથી વધુ લોકોએ લાભ લીધો AMTSની ફ્રી ટ્રાવેલ પાસ યોજનાનો

પ્રતિકાત્મક

વર્ષ ૨૦૨૨-૨૩માં કુલ ૩૪,૬૪૧ નવા પાસ અને ૨૦, ૦૩૭ રિન્યૂ પાસ નીકળ્યા

અમદાવાદ, એએમટીએસ બસ સર્વિસમાં દરરોજના ચાર લાખથી વધુ પેસેન્જર્સ મુસાફરી કરે છે. શહેરના ખૂણે ખૂણે એએમટીએસ બસ જતી હોઈ લોકો માટે તે આજે પણ લોકપ્રિય છે. એએમટીએસ દ્વારા સિનિયર સિટીઝન્સ માટે ખાસ ૧૦૦ ટકા માફીની યોજના જાહેર કરાઇ છે. More than 54 thousand people availed the free travel pass scheme of AMTS

૬૫ માફીની યોજના હેઠળ પાસ કઢાવીને શહેરમાં ગમે ત્યાં મુસાફરી કરી શકે છે. ભાજપના શાસકો દ્વારા જાહેર કરાયેલી આ યોજનાને વડીલોએ ઉત્સાહભેર વધાવી લીધી છે. આના તંત્ર દ્વારા પૂરા પડાયેલા સત્તાવાર આંકડા દર્શાવે છે કે વર્ષ ૨૦૨૨-૨૩માં ૫૪ હજારથી વધુ સિનિયર સિટીઝન્સે ફ્રી મુસાફરી યોજનાને લાભ લીધો હોઈ તે કિટ પુરવાર થઇ છે.

અત્યાર સુધી એટલે કે ગત તા.૧ એપ્રિલ, ૨૦૨૨ની પહેલા સુધી એએમટીએસમાં ૭૫ વર્ષથી વધુ વયના વૃદ્ધોને ફ્રી મુસાફરી કરવાની સુવિધા અપાઈ રહી હતી, જ્યારે ૬૫ વર્ષથી વધુ વયના સિનિયર સિટીઝનને ટિકિટ ભાડામાં ૫૦ ટકાની રાહત અપાતી હતી.

જાેકે ગત નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ની શરૂઆતથી ભાજપના શાસકોએ જાહેર કરેલી ફ્રી મુસાફરી યોજના હેઠળ ૬૫ વર્ષથી વધુ વયના તમામ સિનિયર સિટીઝનને તેનો લાભ અપાઈ રહ્યો છે.

આ અંગે વધુ માહિતી આપતાં ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન વલ્લભ પટેલ જણાવે છે કે, લાલ દરવાજા રિટ્‌સ હોટેલ ખાતેનાં કન્સેશન સેન્ટર પર મેયર કિરીટ પરમારના હસ્તે ગત ૧ એપ્રિલ, ૨૦૨૨થી ૬૫ વર્ષથી વધુ વયના નાગરિકોને ફ્રી મુસાફરીના પાસ અપાવીને આ યોજનાનો પ્રારંભ કરાયો હતો. આ યોજના હેઠળ તા.૧ એપ્રિલ, ૨૦૨૨થી તા.૩૧ માર્ચ, ૨૦૨૩ સુધીમાં કુલ ૫૪,૬૭૮ પાસ નીકળ્યા છે, જેમાં ૩૪, ૬૪૧ નવા પાસ અને ૨૦,૦૩૭ રિન્યૂ કરાયેલા પાસ છે.

તંત્રના સત્તાવાર આંકડા મુજબ એપ્રિલ, ૨૦૨૩માં ૯૭૧૪ નવા પાસ અને ૧૪,૫૦૦ રિન્યૂ પાસ મળીને સૌથી વધુ ૨૪,૨૧૪ પાસ નીકળ્યા હતા. મે-૨૦૨૩માં ૩૪૯૨ નવા પાસ અને ૨૩૭૯ રિન્યૂ પાસ મળીને કુલ ૫૮૭૧ પાસ, જૂન-૨૦૨૨માં ૩૮૦૨ નવા પાસ અને ૧૩૪૮ રિન્યૂ પાસ મળીને કુલ ૫૧૫૦ પાસ, જુલાઈ-૨૦૨૨માં ૨૪૮૦ નવા પાસ અને ૬૩૯ રિન્યૂ પાસ મળીને કુલ ૩૧૧૯ પાસ નીકળ્યા હતા.

આવી જ રીતે ઓગસ્ટમાં કુલ ૨૩૨૮ પાસ, સપ્ટેમ્બરમાં કુલ ૨૪૧૮ પાસ, ઓક્ટોબરમાં કુલ ૧૫૭૬ પાસ, નવેમ્બરમાં કુલ ૨૬૮૫ પાસ અને ડિસેમ્બર-૨૦૨૨માં કુલ ૨૧૨૭ પાસ નીકળ્યા હતા.

ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ની શરૂઆતના પહેલા મહિનામાં એટલે કે જાન્યુઆરી-૨૩માં ૧૭૫૭ નવા પાસ, ફેબ્રુઆરી-૨૩માં ૧૫૫૫ નવા અને ૬૪ રિન્યૂ પાસ મળીને કુલ ૧૬૩૯ પાસ અને માર્ચ-૨૩માં એટલે કે છેલ્લા મહિને ૧૭૪૨ નવા પાસ અને ૪૦ જૂના પાસ મળીને કુલ ૧૭૮૨ પાસ નીકળ્યા હતા. તેમ પણ ચેરમેન વલ્લભ પટેલ વધુમાં જણાવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જે વડીલો ૬૫ વર્ષ ઉપરના હોઈ ૫૦ ટકા કન્સેશનનો લાભ મેળવતા હતા તેમના જનમિત્ર કાર્ડમાં તંત્ર દ્વારા રિન્યૂનો સ્ટિકર લગાવીને તેમને ૧૦૦ ટકા કન્સેશન અપાઈ રહ્યું છે, જે હેઠળ ૨૦ હજારથી વધુ વડીલોએ તેમના જૂના પાસને રિન્યૂ કરાવ્યા હોઈ આ વર્ગ પણ એએમટીએસથી ખુશખુશાલ છે.

સિનિયર સિટીઝને મફત મુસાફરીનો પાસ મેળવવા માટે સાદી ગુજરાતી ભાષામાં અરજી કરીને આધારકાર્ડ, લાઈટબિલની ઝેરોક્ષ અને બે ફોટા સામેલ કરવાના રહેશે અને આ અરજી લાલ દરવાજા- રિટ્‌ઝ હોટલ, સારંગપુર અને વાડજ બસ ટર્મિનસ ખાતે આપવાની રહેશે. જૂના પાસધારકોના પાસને તંત્ર સ્ટિકર લગાવીને રિન્યૂ કરી આપે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.