અભયમ થકી ભરૂચની આશરે ૫૫ લાખથી વધુ મહિલાઓને મદદ મળી
(પ્રતિનિધિ) ભરૂચ, નારી સુરક્ષા માટે રાજ્ય સરકારે વિશેષ કાળજી લીધી છે. એપ્રિલ-૨૦૧૫ થી કાર્યરત રાજ્યવ્યાપી હેલ્પલાઈન નંબર ૧૮૧ “ટીમ અભયમ” દ્વારા ભરૂચ જીલ્લામાં અત્યાર સુધી આશરે ૫૫ લાખથી વધુ મહિલાઓને મદદ મળી છે. ગુજરાત રાજ્યની વિશેષતાઓ એ છે કે એ છે કે પ્રત્યેક બાબતમાં આગવી રીતે પહેલ કરી લોકોને સરળતાથી યોજનાઓનો લાભ પહોંચાડી શકાય તેવા અનેક સંવેદનશીલ ર્નિણયો લેવામાં આવે છે.
મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીની બાબતમાં તાત્કાલિક ધોરણ એ બચાવ અને સલાહ માર્ગદર્શન ઉપરોક્ત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે ‘મહિલા હેલ્પલાઈન’ની સુવિધાની ઉપલબ્ધિની આવશ્યકતા જણાવતા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ,ગૃહ વિભાગ,રાજ્ય મહિલા આયોગ દ્વારા સંકલિત રીતે આઠ માર્ચ ૨૦૧૫ ને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ રાજ્ય વ્યાપી ‘૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈજ’ નો શરૂ કરવામાં આવી હતી.
માત્ર આઠ વર્ષના ટૂંકા સમય ગાળામાં જ ગુજરાતમાં ૧૧,૭૬,૧૦૨ થી વધારે મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ,બચાવ,માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે અને ભરૂચ જીલ્લા ૧૮૧ એ અનેક મહિલાઓના જીવનમાં નવી આશાઓ જગાડી છે.
તેમજ તાકીદની પરિસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર અભયમ રેસ્ક્યુ વાન સાથે જઈને ૨૮,૯૯૭ જેટલા મહિલાને મદદ પુરી પાડેલ છે અને ૨૧,૦૯૦ આસપાસ જેટલા હિંસામાં સ્થળ ઉપર જ સમાધાન કરીને કેસો નિકાલ કરે છે.૬૦૦૧ જેટલી મહિલાઓને ગંભીર પ્રકારના કિસ્સામાં ઘટના સ્થળ ઉપર જઈને રેસ્ક્યુવાન દ્વારા રેસ્ક્યુ કરીને લાંબા ગાળાના કાઉન્સેલિંગ માટે સરકારની અન્ય સંસ્થાઓ સુધી પહોંચાડવામાં આવેલ હતા.