૭ લાખથી વધુ યાત્રાળુઓએ બાબા કેદારનાથના દર્શન કર્યા
(એજન્સી)દહેરાદૂન, ૨૫ એપ્રિલથી અત્યાર સુધી સાત લાખ યાત્રાળુઓ બાબા કેદારના દર્શન કરી ચૂક્યા છે. હવામાન સારુ રહેશે તો યાત્રાળુઓની સંખ્યામાં વધારો થવાનું અનુમાન છે. More than 7 lakh pilgrims visited Baba Kedarnath
આશા વ્યક્ત કરાઈ રહી છે કે ચોમાસુ આવ્યા પહેલા કેદારનાથ ધામના દર્શન કરતા યાત્રાળુઓની સંખ્યા ૧૨ લાખ પાર પહોંચી જશે. વર્તમાનમાં દરરોજ ૨૫ હજાર મુસાફર કેદારનાથ ધામ પહોંચી રહ્યા છે. ૩૭ હજાર શ્રદ્ધાળુ હેલિકોપ્ટરથી બાબા કેદારના દર્શન કરી ચૂક્યા છે. રુદ્રપ્રયાગ જિલ્લાધિકારીએ કહ્યુ કે ૪૦દિવસની યાત્રામાં સાત લાખ યાત્રાળુઓ બાબા કેદારના દર્શન કરી ચૂક્યા છે.
શ્રદ્ધાળુ ગયા વર્ષથી પણ વધુ કેદારનાથ ધામ પહોંચી રહ્યા છે. તંત્ર યાત્રાને શ્રેષ્ઠ બનાવવાના પ્રયાસમાં કાર્યરત છે.
પોલીસ અધિકારીએ જણાવ્યુ કે યાત્રાળુઓ ઓનલાઈન રજિસ્ટ્રેશન અને ઓનલાઈન ટિકિટ બુકિંગની સુવિધાનો લાભ ઉઠાવી રહ્યા છે.
દરરોજ બે હજાર તીર્થ યાત્રાળુઓ હેલિકોપ્ટર સેવાથી બાબા કેદારના દર્શન કરવા જઈ રહ્યા છે. હવામાન ખરાબ હોવાના કારણે ક્યારેક હેલી સેવાઓ પ્રભાવિત પણ થઈ રહી છે. અત્યાર સુધી ૩૫ હજાર મુસાફરોએ સુરક્ષિત હેલિકોપ્ટર સેવાથી બાબા કેદારના દર્શન કર્યા છે.
બાબા કેદારના દર્શન કરવા માટે ભક્ત પગપાળા, ઘોડા-ખચ્ચર, હેલિકોપ્ટરથી પહોંચી રહ્યા છે. યાત્રામાં અવરોધ બનેલા ખરાબ હવામાનથી પણ મુસાફરોના જુસ્સામાં ઘટાડો આવ્યો નથી. કેદારનાથ ધામ માટે ૯ હેલિકોપ્ટર સેવાઓ ગુપ્તકાશી, ફાટા અને શેરસીથી પણ સંચાલિત થઈ રહી છે.